યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથીક કોલેજનાં નાપાસ વિધાર્થીઓ દ્વારા પ્રશ્ન પત્ર નાં રિ ચેકીંગ ની માંગ સાથે આવેદનપત્ર આપ્યું..

0
6

વિધાર્થીઓ દ્વારા પોતાનું વર્ષ બગડે નહીં તે માટે વિધાર્થી હિતમાં પ્રશ્ન પત્ર નું રિ ચેકીંગ કરવા માંગ કરી..

તા.૨૧
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક હોમીયોપેથીક કોલેજનાં કેટલાક વિદ્યાર્થીઓ એનેટોમીના પ્રથમ પેપરમાં નાપાસ થયાં હોવાની બાબતને લઈને ગુરૂવારના રોજ પોતાના પ્રશ્નપત્રોના રીચેકીંગની માંગ સાથે કુલપતિના પી.એ.ને આવેદનપત્ર આપી રજુઆત કરી હોવાનું યુનિવર્સિટી નાં સુત્રોએ જણાવ્યું હતું.
આ બાબતે વિધાર્થીઓ દ્વારા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સિધ્ધપુર – મહેસાણા – વડોદરા અને ગોધરાની હોમીયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ કે જેઓએ કોરોના કાળ દરમ્યાન પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે પરંતુ પ્રથમ વષૅ ની એનેટોમીની પરિક્ષા માં કેટલાક વિધાર્થી ઓને ફક્ત ૩૦ જેટલા જ માકૅસ આવતા અને એનેટોમી ની બીજી પરિક્ષા માં વિધાર્થીઓ ને ૬૦ માકૅસ ઉપર આવ્યા છે ત્યારે જે વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષામાં એનેટોમીના વિષયમાં નાપાસ થયા હતા . જેમાં 50જેટલા વિદ્યાર્થીઓને માત્ર 30 જેટલા જ ગુણ મળ્યા હોય જ્યારે બીજી પરિક્ષા માં 60 ઉપર ગુણ પ્રાપ્ત થયા છે ત્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રથમ પ્રશ્નપત્રોના રીચેકીંગ માટે રજૂઆત કરી વિધાર્થીઓ નું વષૅ બગડે નહીં તે માટે યુનિવર્સિટી ખાતે આવી ન્યાયીક માંગણી કરતું આવેદનપત્ર કુલપતિ ગેર હાજર હોવાથી તેમનાં પીએ ને આવેદનપત્ર આપી રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here