યુનિવર્સિટી ની ઓફલાઈન પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓને પાખી હાજરી..

0
12

ઓફલાઈન પરિક્ષા સાથે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરિક્ષાનો વિકલ્પ અપાતા 70 % છાત્રો પરીક્ષા ખંડથી અળગા રહ્યા..

ઓફલાઈન પરીક્ષા આપતાં વિધાર્થીઓ પરિક્ષા ખંડોમાં માસ્ક પહેરીને પરીક્ષા આપતાં જોવા મળ્યા..

યુનિવર્સિટી નાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગનાં બંને પરિક્ષા ખંડોમાં કોરોના ની ગાઈડ લાઈન નું પાલન જોવા મળ્યું..

પાટણ તા.20
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુરૂવારથી વિવિધ પરિક્ષાઓનો ઓફ લાઈન પધ્ધતિ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો જોકે કોરોના નાં વધતા જતા કેસો ને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા ઓફ લાઈન પરીક્ષા ની સાથે સાથે ઓન લાઇન પરિક્ષા નો પણ નિણૅય કરાતાં મોટા ભાગે વિધાર્થીઓ પરિક્ષા ખંડો થી દુર રહ્યા હોય તેવાં દ્રશ્યો પરિક્ષા ખંડો માં જોવા મળ્યાં હતાં.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગુરૂવારથી સ્નાતક 3 ની પરીક્ષાઓ શરૂ થવા પામી હતી.જેમાં પ્રથમ દિવસે જ પાટણ માં કોલેજો સહિત ઉ.ગુ માં 30 ટકા છાત્રોએ ઓફલાઈન પરીક્ષા આપવા આવતા શહેરની કોલેજોના પરિક્ષા ખંડો ખાલીખમ જોવા મળ્યા હતા. તો આ પરીક્ષાઓ પાંચ દિવસમાં જ પૂર્ણ કરવાનું આયોજન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી શરૂ થયેલ ઓફલાઈન પરીક્ષામાં કોરોના સંક્રમણ ના થાય તે માટે પરીક્ષા સેન્ટરો માટે સ્પેશયલ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. પરંતુ પાટણ પી કે કોટાવાલા આર્ટસ કોલેજ સહિત ઉત્તર ગુજરાતમાં સવારે 11 વાગ્યે બી.એ સેમ 3 ની પરીક્ષા શરૂ થવા પામી હતી. જેમાં છાત્રોને સીધા વર્ગખંડમાં બેસાડવામાં આવતા યુનિવર્સિટી ની સુચનાઓ નું સરેઆમ ઉલ્લંધન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વર્ગખંડમાં ફરજિયાત માસ્ક પહેરવા માટે નિરીક્ષકો દ્વારા સુચના આપવામાં આવતા માસ્ક પહેરીને છાત્રો પરીક્ષા આપતા જોવા મળ્યા હતા. વર્ગખંડમાં એક બેન્ચ ઉપર એક પદ્ધતિથી 30 છાત્રોની બેઠક વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ પાટણ શહેરની પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં 10 ટકા જ વર્ગખંડમાં છાત્રો પરીક્ષા આપવા આવતા તમામ વર્ગખંડો ખાલીખમ જોવા મળ્યા હતા. જેથી આપો આપ પરિક્ષા ખંડો માં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન દેખાયું હતું. યુનિવર્સિટી દ્વારા છાત્રોને ઓનલાઇન પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવેલ હોય જેનાં કારણે પણ મોટાભાગના છાત્રોએ ઓફલાઈન પરીક્ષા આપવાનું ટાળ્યું હોવાની પ્રતિતિ જોવા મળી હતી.
જોકે યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે બે બ્લોક માં લેવાયેલ ઓફ લાઈન પરીક્ષા દરમિયાન કોવિડ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન સાથે વિધાર્થીઓ પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને શાંતિ પૂર્ણ માહોલમાં પરિક્ષા આપી હોવાનું અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ પૈકી ફક્ત ત્રણ વિધાર્થીઓ ઓફ લાઈન પરીક્ષા માં ગેર હાજર રહ્યા હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો.કે.કે.પટેલે જણાવ્યું હતું.
રીપોટર.કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here