યુનિવર્સિટી ખાતે બોડૅ ઓફ સ્પોર્ટ્સ કમિટી ની બેઠક યોજાઇ..

0
9

યુનિવર્સિટી બોડૅ ઓફ સ્પોર્ટ્સ કમિટી ના ચેરમેન પદે શૈલેષભાઈ પટેલ ની પુનઃ નિમણૂક કરવામાં આવી..

છેલ્લા બે વર્ષથી કોરોના નાં કારણે બંધ રહેલી સ્પધૉઓ પુનઃ ચાલુ કરાશે..

સ્પોર્ટ્સ સંકુલ ફી રૂ.50 કરવામાં આવી : સ્પોર્ટ્સ સંકુલ નો વિકાસ કરાશે.

જરૂરિયાત મંદ ખેલાડીઓ ને આર્થિક મદદ સાથે તમામ ખેલાડીઓ નાં ઈન્સ્યોરન્સ લેવાશે..

પાટણ તા.24
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે શુક્રવારના રોજ મળેલી બોડૅ ઓફ સ્પોર્ટ્સ ની બેઠકમાં બોડૅ ઓફ સ્પોર્ટ્સ નાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ ની પુનઃ નિમણૂક સવૉનુમતે કરવામાં આવી હતી. તો યુનિવર્સિટી નાં સ્પોર્ટ્સ સંકુલ નાં વિકાસ સાથે ખેલાડીઓની સુવિધા બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી ખાતે મળેલી આ બેઠકમાં છેલ્લા બે વર્ષથી કોરોના ની મહામારી કારણે બંધ રહેલી વિવિધ સ્પર્ધાઓ પુનઃ શરૂ કરવા, ખેલાડીઓની સુવિધા માટે બજેટ મંજૂર કરવા, ગરીબ ખેલાડીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા,રમત ગમત સંકુલ ની રૂ.35 ફી ની જગ્યાએ વધારો કરી રૂ.50 ફી કરવા, દિવાળી પછી એથલેટિક રમતો સાથે આંતર કોલેજ ની સ્પધૉ યોજવા, આંતર સ્પધૉમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને ટ્રોફી આપવા દાતા ઉપલબ્ધ ન બને તો યુનિવર્સિટી દ્વારા ટ્રોફીઓ ઉપલબ્ધ બનાવવા,દરેક ખેલાડીઓના યુનિવર્સિટી દ્વારા ઈન્સ્યોરન્સ લેવાં જેવી વિવિધ બાબતો ની આ બેઠકમાં ચચૉઓ કરવામાં આવી હતી. સાથે યુનિવર્સીટી ખાતે નવી રમતો જેવીકે ટેકવોન્ડો, જીમ્નાસ્ટીક, શુટિંગ અને ફેન્સિંગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો
યુનિવર્સિટી ખાતે મળેલી બોર્ડ ઓફ સ્પોર્ટ્સ ની બેઠકમાં ચેરમેન શૈલેષભાઈ પટેલ, સભ્ય સચિવ નિયામક ડો ચિરાગભાઈ પટેલ,સ્નહેલ પટેલ,લલીત પટેલ, પ્રવિણ ચૌધરી સહિત સ્પોર્ટ્સ કમિટી ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here