યાત્રાધામ અંબાજીમાં 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું.

0
3
         શક્તિ ભક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે કે જગત વિખ્યાત યાત્રાધામ અંબાજી જેમાં અંબાના દર્શને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે આજે 15 મી ઓગસ્ટ નિમિતિ ડી કે સર્કલથી અંબાજી ના મુખ્ય માર્ગ પર તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં હેમંત દવે .પુનમ સિંહ રાજપુત. અમરતભાઈ ઓડ. રાજુભાઈ મોદી પ્રતિષ્ઠિત ગામના આગેવાનો ના સહિયોગ થી અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિયુકત કરેલ એજન્સી રાજદીપ એન્ટરપ્રાઇઝ મેનેજર દર્શન પટેલ અને પ્રિતેશ ધોબી સુપર વાઇઝર તરૂણ. અમરત. જયદીપસિંહ .પરેશ . બાદલ. અને ટી.પી.આઈ સાગર જોશી .વસીમ મેમણ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.  ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસન માંથી થી આઝાદી મળી હતી. આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા હતા તે ધ્યાન માં રાખી 15 મી ઓગસ્ટ ઉજવણી કરવામાં આવે છે આઝાદી અપાવનાર વીર જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવતી હોય છે. અંબાજીનું સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હોય તેવું જોવા મળ્યું હતું.

અહેવાલ તસ્વીર : કિશન શર્મા અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here