યદુવંશી આહીર સમાજની દીકરી જયાબેન અંડર-૧૯ ક્રિકેટમાં પસંદગી થઈ.. કૃષ્ણવંશી આહીર સમાજનું નામ રોશન કર્યુંસ્થળ

0
9

ઉના તાલુકાનાના વાંસોજ ગામના યદુવંશી આહીર સમાજની દીકરી જયાબેન રામની અંડર-૧૯ ક્રિકેટ ટીમમાં પસંદગી થતા ક્ષત્રિય આહીર સમાજ અને ઉના તાલુકાનું નામ રોશન કર્યું છે. સામાન્ય પરિવારમાં જન્મેલી આહીર જયા રામ જે પોતે નાનપણથી જ પોતાના પિતા સાથે ખેતીમાં કામ કરતી હતી. સાથે સાથે પોતાનું ભણતર પણ ચાલુ રાખ્યું અને ઘરે આવે ત્યારે ક્રિકેટની પ્રેક્ટિસ કરતી હતી. તેમના પિતા એક ખેડૂત છે અને તેમને ત્રણ દીકરીઓ છે જેમાં જયા સૌથી નાની દીકરી છે, દીકરીના સ્વપ્ન સાકાર કરવા એક પિતા તરીકેની ઉત્તમ ભૂમિકા તેમણે નિભાવી છે. પોતાની દીકરીની ક્રિકેટ પ્રત્યેની ધગશ અને મહેનત જોઈ અને પારખીને તેને પ્રોત્સાહિત કરી અને થઈ શકે એટલી સગવડ પણ કરી આપી હતી.જયાનું પણ એક સ્વપ્ન હતું કે હું એક દિવસ મારાં માતા-પિતા, મારો પરિવાર, મારો આહીર સમાજ તેમજ મારાં ગામનું નામ રોશન કરીશ. તે પોતે હાલમાં સુરત અભ્યાસ કરે છે અને હવે ક્રિકેટ ક્ષેત્રમાં આગળ વધશે, ગત વર્ષે ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાના સમયે સિલેકશન ટ્રાયલ હતી તેથી પરીક્ષાના બદલે પોતાએ ક્રિકેટને પ્રાથમિકતા આપી હતી. જે તેમનો ક્રિકેટ પ્રત્યે કેટલો લગાવ છે તે દર્શાવે છે.અંડર-19 સિલેકશન મેચમાં ૨ વિકેટ અને ૩૦ રન કર્યા હતા.તેણે એક ઓવરમાં માત્ર ૪ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી, શાળાના દિવસોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, અંડર ૧૯માં પસંદગી થતા માત્ર ક્ષત્રિય આહીર સમાજ જ નહી પરંતુ વાંસોજ ગામ, ઉના તાલુકો, ગીર સોમનાથ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે.રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here