મોરવા હડફ ધારાસભ્ય ના નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી તેમજ આવનાર આગામી કાર્યક્રમ વિશે ચર્ચા માટે મિટિંગ યોજાઈ.

0
0

આજ રોજ મોરવા હડફ ખાતે મોરવા હડફ વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર ના નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વ ની ઉજવણી તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિતે આવનારા આગમી કાર્યક્રમો ની ચર્ચા માટે મિટિંગ નું આયોજન કરેલ હતું.

આ કાર્યક્રમમાં ૧૨૫-મોરવા હડફ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર , પંચમહાલ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ દેસાઈ, પંચમહાલ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ,એસ.ટી.મોરચાના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ખરાડી,તાલુકા સંગઠન ના પ્રમુખ શ્રી

તખતસિહ પટેલ, મહામંત્રી શ્રી હેમેન્દ્રભાઈ બારીઆ,સરદારભાઈ કિશોરી તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ઝાલૈયા, પૂર્વ પ્રમુખ શ્રી દલપતભાઈ બારીઆ,જીલ્લા ઉપપ્રમુખ શ્રીમતી નયનાબેન ઘોડ, જીલ્લા મંત્રી ભાનુબેન બારીઆ, તથા નવનિયુક્ત તમામ મોરચાના જીલ્લા તેમજ તાલુકા ના પ્રમુખ, મહામંત્રી શ્રી ઓ તથા સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રી ઓ, શક્તિ કેન્દ્ર પ્રમુખો,બુથ પ્રમુખો, પેજપ્રમુખ તથા પાર્ટી ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here