મોરવા હડફ તાલુકાના મોરા ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળ બનાવવામાં આવેલ આઇટીઆઇ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ

0
14

પંચમહાલ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા મોરવા હડફ તાલુકાના મોરા ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળ બનાવવામાં આવેલ આઇટીઆઇ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ આજરોજ રાજ્ય કક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતું, આ હોસ્ટેલનો લાભ આગામી સમયમાં મોરવાહડફ તાલુકાના આઇટીઆઇમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે, વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો પણ બચાવ થશે.**અન્ય પોકેટ કલસ્ટર જેવો જ વિકાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરીને મોરા પોકેટ ક્લસ્ટર ના ગામોને પણ અન્ય ગામો જેવા વિકસિત કરવામાં આવશે – રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ

આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલાં મોરા ખાતે શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન હેઠળ બનાવવામાં આવેલી આઈટીઆઇ હોસ્ટેલના બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતુ, પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની આ યોજના હેઠળ આદિવાસી બાહુલ્ય ધરાવતા મોરા ખાતે આવેલ જે. આર. દેસાઇ સ્કૂલ કેમ્પસમાં શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના હેઠળ ફાળવવામાં આવેલી ૧૪.૫૦ કરોડની ગ્રાન્ટ પૈકી ૩.૬૦ કરોડના ખર્ચે આ હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું છે, આ હોસ્ટેલ બિલ્ડિંગ મોરા ખાતે કાર્યરત થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાતે જ રહેવા-જમવા સહિતનો ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવતો હોય આર્થિક રીતે મદદ મળી રહેશે, આ બિલ્ડિંગનું બાંધકામ અદ્યતન ટેકનોલોજી મુજબ કરવામાં આવ્યું છે, જેને લઇને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહેશે, આઈટીઆઇમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ રહેવાથી અપડાઉનમાંથી મુક્તિ મળશે અને સમયનો પણ બચાવ થશે, સૌથી મહત્વની વાત એ છે કે આ હોસ્ટેલ બનવાને કારણે પંચમહાલ જિલ્લાના કુટુંબોનું સ્થળાંતરના પ્રમાણમાં ઘટાડો થશે.હોસ્ટેલ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના ગ્રામગૃહ નિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી બચુભાઇ ખાબડે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા પોકેટ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત મોરવા હડફ જેવા અંતરિયાળ વિસ્તારના દીકરા દીકરીઓને સ્થાનિક કક્ષાએ જ પોતાના ગામમાં જ અભ્યાસની વ્યવસ્થા ઉભી થાય તે માટે આ આઈટીઆઇના હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જેમાં ૪૦ જેટલા ઓરડામાં ૬૦૦ ઉપરાંત આ વિસ્તારના દીકરા-દીકરીઓ અહીંયા જ રહીને અભ્યાસ કરશે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતે આત્મનિર્ભર થાય તેના માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, ગ્રામવિકાસ એજન્સી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ૩.૬૦ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે,રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખુબ મોટી રકમ આપવામાં આવી છે, સાથે અન્ય વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકીને આ મોરા કલસ્ટરમાં આવેલા ૧૨ જેટલા ગામોમાં પણ અન્ય વિસ્તારો જેવી સુવિધાઓ ઊભી થાય તેવો અમે પ્રયત્ન કરીશું.શ્યાાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના હેઠળ બનાવવામાં આવેલી આઈટીઆઈ હોસ્ટેલ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે રાજ્યના કક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિત દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, શહેરા પ્રાંત અધિકારીશ્રી જય બારોટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એસ.ડી. તબિયાર સહિતના અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here