મોરબી : સેટમેકસ સીરામીક કારખાનામાં ટાઇમ બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુનું પાર્સલ આપી જનાર શખ્સ ને પકડી પાડતી મોરબી જિલ્લા પોલીસ

0
60

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેકસ સીરામીકના માલીક વિનોદભાઇ નારણભાઇ ભાડજા ધંધો.વેપાર રે.રવાપર રોડ, મોરબી મો.નં. ૯૯૨૫૧૩૪૫૧૦ વાળાએ પોતાના કારખાનામાં કોઇ અજાણ્યો માણસ ટાઇમ બોમ્બ મુકીને જતો રહેલ હોવાની પોલીસને જાણ કરતા બનાવની ગંભીરતા લઇ સમય સૂચકતા વાપરી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અધિ/કર્મચારીઓ તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ટીમ તથા ઉપરી અધિકારીઓ તુરત જ બનાવ સ્થળે પહોંચી.

ઇન્વેસ્ટીગેશન તથા ટાઇમ બોમ્બ(શંકાસ્પદ પાર્સલ)ને યોગ્ય જગ્યાએ કોર્ડન કરાવી જગ્યા ખાલી કરાવવાની કામગીરી કરેલ આ બનાવની હાર્દીકભાઇ બળવંતભાઈ ઘોડાસરાએ પોતાના કારખાનામાં ટાઇમ બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુની યોગ્ય તપાસણી થવાની પોલીસ પાસે જાહેરાત કરતા વાંકાનેર તાલુકા પો.સ્ટે. જા જોગ નં. ૦૧ / ૨૦૨૧ તા. ૦૭ / ૦૧ / ૨૦૨૧ થી જાણવાજોગ રજી. કરવામાં આવેલ અને સદરહુ બનાવ અનુસંધાને મોરબી બી.ડી.ડી.એસ. તેમજ રાજકોટ શહેર બી.ડી.ડી.એસ. ટીમ ત્વરીત સ્થળ પર આવી ટાઇમ બોમ્બ ડીસ્પોઝ કરી તપાસણી અહેવાલમાં પ્રાથમિક દ્રષ્ટીએ ટાઇમ બોમ્બ જેવા દેખાતા પાર્સલ બોક્ષમાં એકસપ્લોઝીવની હાજરી નહી હોવાનું લખી આપેલ તથા બનાવ સ્થળની એફ.એસ.એલ. તપાસણી કરાવતા એફ એસ એલ. અધિકારીએ સ્થળ પરીક્ષણ કરી ઉપરોક્ત વિગતે એકસપ્લોઝીવની હાજર નહી હોવાનો અભિપ્રાય આપેલ. બાદ આ કામે ફરી.

હાર્દીકભાઇએ પોતાને મો.નં .૯૬૩૮૭ ૬૮૨૭૯ વાળો વાપરનાર અજાણ્યા માણસે પોતાના કારખાનાના સીકયુરીટી ગાર્ડ સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરના બોક્ષમાં બોમ્બ જેવી વસ્તુ મોકલી પોતાના ફેમીલી તથા કારખાનાને ઉડાવી દેવાની મોબાઇલ ફોનથી ધમકી આપેલ હોવાની ફરીયાદ જાહેર કરતા વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં .003 ૪/૨૦૨૧ આઇ.પી.સી. કલમ -૩૩૬ , ૫૦૭ મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ . ઉપરોક્ત વિગતે ગુન્હો રજી . થતા આરોપીને સત્વરે શોધી કાઢવા પોલીસ અધિક્ષક , એસ.આર.ઓડેદરા , મોરબી જિલ્લાનાઓની સુચના તથા પો.ઇન્સ. વી.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ . એન.બી.ડાભી એલ.સી.બી. મોરબીનાઓ ટીમ સાથે તથા પો.ઇન્સ જે.એમ આલ .એસ.ઓ.જી. ટીમ સાથે તથા સર્કલ પો.ઇન્સ . એચ એન રાઠોડ સા.તથા પો.સબ ઇન્સ. આર.પી.જાડેજા પોલીસ સ્ટાફ સાથે તથા પો.સબ ઇન્સ. બી.ડી પરમાર, ડોગ સ્કોડ વિગેરે અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત આરોપીની અલગ અલગ દિશામાં ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવતા ટેકનીસેલની મદદ દ્વારા આરોપીને જી.આઇ.ડી.સી. કારખાના વિસ્તારમાંથી ગણતરીની કલાકોમાં પકડી પાડી ઈસમ ની પ્રાથમિક પુછપરછ કરતા આરોપી ) જીતેન બલરામસીંગ લોધી જાતે.રાજપૂત ઠાકોર ઉવ .૧૯ ધંધો મજુરી રેમળ ખીરીયા તા.બેગમગંજ જી.ભોપાલ મધ્ય પ્રદેશ વાળો હોવાનું જણાવેલ અને ગુન્હા બાબતે પુછતા પોતે કાંઇ કામધંધો કરતો ન હોય અને પોતાને વતનમાં જવું હોય , પોતાની પાસે વતનમાં જવાના પૈસા ન હોય જેથી સાઉથ ફીલ્મ (પીકચર) જોઇને નકલી બોમ્બ બનાવવાનો આઇડીયા આવતા વાંકાનેર ખાતેની ઇલેકટ્રીકની દુકાનેથી બેટરી , ટાઇમર (ઘડીયાળ)ની ખરીદી કરી તથા બીજી દુકાનેથી માર્કર, કાગળ વિગેરે વસ્તુઓ ખરીદી પોતાની હાથે પેપરનો રોલ કરી તેને લાલ કલરથી રંગી લાલ કરી રોલમાં રેતી ભરી તેની ઉપર બેટરી સર્કીટ તથા વાયરના ટુકડાઓ જોડી ટાઇમર ચાલુ કરી ટાઇમ બોમ્બ જેવું બનાવી કાગળના બોક્સમાં મુકી બોકસ ઉપર setmax લખી પ્લા.ની થેલી તથા તા. ૦૬ / ૦૧ / ૨૦૧૧ ના રોજ પોતાના મિત્ર રઘુનાથ બીરોલીના નામનું નવું સીમકાર્ડ એકટીવ કરાવેલ તે મોબાઇલ, ૯૬૩ ૮૭ ૬૮૨૭૯ વાળા નંબરની ચીઠી સેટમેકસ કારખાનાના સીકયુરીટી ગાર્ડને તેના શેઠને આપવા માટે આપેલ હોવા જણાવ્યુ હતું આ બાબતે જિલ્લા પોલીસ વડાએ પોલીસ ની વિવિધ ટિમ બનાવી આરોપીને ઝડપી લઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રીપોર્ટર
મયંક દેવમુરારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here