મોરબી સીરામીક ઉઘોઁગ માટે અચ્છે દિન એસોસિએશનની રજૂઆત ફળી

0
13

મોરબી સિરામિક એસોસિએશનની ઘણા સમય થી એન્ટી ડમ્પીંગ ડયુટી ની માંગણી હતી તે માંગણી વડાપ્રઘાન નરેન્દ્ર મોદીબા વડપણ હેઠળ વિદેશનીતિથી UAE મા સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ કરી છે

સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી ના દેશો દ્વારા લગાવવામા આવેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી એવરેજ ૪૧.૮ % અને નવી કંપની માટે ૧૦૬% છે જે ખુબ જ વઘુ હોવાથી તે દેશોમા ચાઈના સામે ટકવુ મુશ્કેલ હોય જે બાબતે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે વારંવાર દિલ્હી ખાતે ભારત સરકારમા રજુઆત કરતા સાસંદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતોને ઘ્યાનમા લઈ ભારત સરકાર દ્વારા કોમર્સ મિનિસ્ટ્રીએ UAE સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમા સીરામીક ટાઈલ્સનો સમાવેશ કરતા UAE ગવર્મેન્ટ દ્વારા સીરામીક ટાઈલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી હટાવતા આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલજી તેમજ સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનો મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ તેમજ તમામ ઉઘોઁગકારો આનંદની લાગણી સાથે મોહનભાઈ કુંડારિયા તેમજ ભારત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here