મોરબી શહેરમાં ટ્રાફિક સિંગલ મુકવા માંગ

0
17

ગુજરાત રાજ્યના મોરબી જીલ્લામા સીરામીક , પેપરમીલ , પોલીપેક , લેમીનેટ , ઘડીયાલ , પેકેજીંગ , મીઠા ઉધોંગ તથા અન્ય ઉઘોંગોના હરણફાળ વિકાસથી આપ સાહેબ સંપુણૅ વાકેફ છો મોરબી જીલ્લામા ઉદ્યોગોના ઝડપી વિકાસ સાથે સાથે મોરબી શહેરમા ટ્રાફિક સમસ્યા પણ વધારો થતો જાય છે , મોરબી શહેરમા વારંવાર અમુક અમુક પોઈન્ટ ઉપર ટ્રાફિક જામ થવાથી ટ્રાફિક પોલીસ જવાનો માટે પણ ટ્રાફિક સોલ્વ કરવા માટે એક મોટો પડકાર ઉભો થાય છે , મોરબી શહેરમા વઘતા જતા ટ્રાફિક ના સંદર્ભે મોરબી એસ પી ની આગેવાનીમા ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને મોરબી જીલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પદાધિકારીઓની મિટીંગ યોજાઈ હતી અને મીટીંગમાં હાજર રહેલ તમામ હોદ્દેદારોના મંતવ્યો મુજબ મોરબી શહેરના ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક સિગ્નલ મુકવા અતિ આવશ્યક છે ત્યારે ટ્રાફિક સિગ્નલ મુકવાથી જામ થતા ટ્રાફિકમા મોરબીની જનતા ને રાહત મળશે અને ટ્રાફિક પોલીસ જવાનોને પણ સરળતા રહેશે સાથે સાથે ટ્રાફિક જવાનોની સંખ્યા પણ મર્યાદિત થઈ જશે જેથી પગાર ખર્ચ પણ ઘટી જશે અને ઇંધની પણ બચત થશે અને પ્રદુષણ થી પણ રાહત થશે આ તકે મોરબી સીરામીક એસોસિએશનના અગ્રણીઓએ મંત્રી બ્રિજેશ મેરજા સાથે મુલાકાત કરી અને મોરબીની ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા હાથ ધરી હતી અને આગામી સમયમાં મોરબીમાં ટ્રાફિક નિયમન કરવા સિગ્નલ મુકી સમસ્યાનો અંત લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા તેમ જણાવ્યું હતું
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here