મોરબી : વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં સાવચેતી અંગે માર્ગદર્શિકા બહાર પડાઈ

0
3

કોઈ પણ પ્રકારની મદદ માટે જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ નો સંપર્ક કરવો

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લા માટે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ/ નદી- નાળા/તળાવો ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે.

ગત વર્ષોમાં લોકો દ્વારા ગફલતમાં રહી ખોટા સાહસ કરી પાણીમાં ન્હાવા પડાવાથી, પાણીમાં ડુબી જવાથી, વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવાના કારણે, તણાઈ જવાના કારણે માનવ મૃત્યુના બનાવો બનેલ છે. આ ઉપરાંત આકાશી વીજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે.

આ અનુસંધાને મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું. પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહીં કે ન્હાવા પડવુ નહી, બાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બીન-જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી.

આકાશી વીજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ”DAMINI” એપ મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં વીજળી પડવા થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે.

ભારે વરસવાદ/પુર/ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો તાત્કાલીક મામલતદાર કચેરી તાલુકા, પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ ઉપર તુરંત જાણ કરવા મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોઘ કરવામાં આવે છે.
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here