મોરબી: રખડતા ઢોર મુદ્દે ન.પા.ને જગાડવા નવતર પ્રયોગ

0
7

મોરબી જીલો આમ તો ટેક્ષ ભરવામાં ટોપ 10 મા આવે છે પણ મોરબીની પ્રજાને જોઈ તેટલી સુવિધા હજુ ક્યાંક નથી મળી રહી જેમાં મોરબી શહેરમા રોડ રસ્તાનો પ્રશ્ન, ટ્રાફિક પ્રશ્ન હોય કે રખડતા ઢોર નો અડિંગો હોય જેવા વિવિધ પ્રશ્ને પ્રજા પીસાય રહી છે જેને લઈને મોરબી ની પ્રજા ને જાગૃત કરવા તેમજ સુતેલી નગર પાલિકા ને જગાડવા માટે મોરબી માં એવા સ્થળ કે જ્યાં રખડાઉ ઢોર ભેગા થઈ ને અડ્ડો જમાવતા હોય છે

તેવા દશેક સ્થળે બેઠેલા ઢોરને બેનર ઓઢાડેલ તે બેનર માં લખાણ કરેલ છે કે અમે રખડાઉ ઢોર નથી અમોને મોરબી માં મરજી પડે ત્યાં ફરવાનું ને બેસવાનું લાયસન્સ મળેલ છે. આ પ્રકારના રખડતા ઢોર ઉપર ઓઢાડીને નવતર પ્રયોગ કે.ડી. બાવરવા જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસોસિયેશન મોરબી દ્વારા કરવામાં આવ્યો હતો.

રીપોર્ટર.. મયંક દેવમુરારી.. મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here