મોરબી માં બોળ ચોથ નિમિતે ઠેર ઠેર ગૌ પુજન

0
9

મોરબી માં સામાકાંઠા વિસ્તાર માં આવેલા મહાવીર નગર, આનંદનગર,મધુવન ,વૃંદાવન , ઋષભ નગર, શ્રીમદ રાજ , નિત્યાનંદ , પાવન પાર્ક વગેરે સોસાયટી ની બહેનો એ બોળ ચોથ નીમતે ગાય પૂજન કર્યું હતું. મોરબી ના જાણીતા પ્રખર યુવાશાસ્ત્રી શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે એ શાસ્ત્રોક્ત મહિમાં આપતા જણાવ્યું કે ગાય માં રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે .તેમાં તેત્રીસ કરોડ દેવતા નો વાસ હોય છે.જેથી ગાય ના અંગો ઉપાંગો અને મળ મૂત્ર નો પણ પૂજાકાર્ય માં ઉપયોગ થાય છે. ગાવો વિશ્વસ્ય માતર: વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ ગાય નું દૂધમાં, દહીમાં,ઘી,માખણ વગેરે માંથી જે તત્વ મળે છે.જે અન્ય પશુઓ માં નથી હોતું. અન્ય પશુઓના દૂધ કરતા વધુ ઝડપ થી પાચન થાય છે.તેમના દૂધ થી બાળકો ની બુદ્ધિ વધુ સારી રહે છે.આમ ગાય નું સંરક્ષણ , સંવર્ધન અને ઉછેર સારી રીતે થાય એ પણ ગાય માતા ની સેવાપૂજા બરાબર છે.

રીપોર્ટર… મયંક દેવમુરારી મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here