મોરબીના સર્કીટ હાઉસ ખાતે મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગ મળી હતી જેમાં પત્રકાર મિત્રો દ્વારા જુદા જુદા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે અતુલ જોશી, ઉપપ્રમુખ મિલન નાનક, મંત્રી રવિ ભડાણીયા, સહમંત્રી ચંદ્રેશ ઓધવીયા, ખજાનચી જીજ્ઞેશભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી છે. જયારે સભ્ય તરીકે રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી, હિમાંશુભાઈ ભટ્ટ સહિતના અન્ય મિત્રોને સભ્ય બનાવવામાં આવ્યા છે મીટીંગમાં પ્રવીણભાઈ વ્યાસ, ભાસ્કર જોશી, ઋષિ મહેતા અને સુરેશભાઈ ગોસ્વામી સહિતના પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલની મીટીંગમાં હોદેદારો નક્કી કર્યા બાદ ટ્રસ્ટ બનાવીને નોંધણી કરવામાં આવશે જે એસો પત્રકારોના હિતમાં વિવિધ કાર્યો કરશે
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી