મોરબી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું

0
10

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ

ખાતે સ્થળ પર તૈયારીઓ અંગે સમીક્ષા કરાઇ

મોરબી જિલ્લામાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલની રાહબરી હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું.

આ રિહર્સલમાં કલેક્ટરશ્રીએ અધ્યક્ષશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ, વૃક્ષારોપણ સહિતનાં આયોજનો અંગે સ્થળ પર અધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, ડીવાયએસપી પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, મામલતદાર રૂપાપરા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here