મોરબી નગરને મળ્યું ૧૬ સિટી બસનું નવલું નજરાણું

0
3

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ સિટી બસને લીલીઝંડી બતાવી લોક સેવામાં પ્રસ્થાન કરાવી

૦૦૦૦૦૦૦૦

લોકોને બસના સમય સાથે લોકેશન પણ બતાવે તેવી એપ્લીકેશન તૈયાર કરાશે

વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રસ્થાન અંતર્ગત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરાજાએ મોરબી નગરપાલિકા હેઠળની CNG સીટી બસને લીલીઝંડી બતાવી લોકસેવામાં અર્પણ કરી હતી.

    મોરબી નગરમાં આંતરિક પરિવહનમાં લોકોને સરળતા રહે તેમજ પ્રદૂષણ નિયંત્રણ પણ કરી શકાય તે હેતુથી મુખ્યમંત્રી શહેરી બસ સેવા હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં ૧૬ CNG બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકો ડિજીટલ ઇન્ડિયા તરફ પ્રેરાય તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યારે ડિજીટલ ક્ષેત્રે ગુજરાત અને ભારતમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે મોરબી નગરપાલિકાની આ બસ વ્યવસ્થા પણ ડિજીટલ ગુજરાતના સૂત્રને ચરિતાર્થ કરે છે. બસની સાથે એવી એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે જે બસના સમય-પત્રક સાથે બસનું લોકેશન પણ બતાવશે. આ સુવિધા થકી લોકોને બસની રાહ નહિં જોવી પડે કે નહિં કોઇને પુછવાની જરૂર પડે.

    આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.કે.મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ તેમજ ઇશિતાબેન મેર,જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી દેવાંગ રાઠોડ, મોરબી ગ્રામીણ મામલતદારશ્રી નિખિલ મહેતા, સહાયક મહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, મોરબી નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, મોરબી માર્કેટીંગ યાર્ડ ઉપપ્રમુખશ્રી મગનભાઈ વડાવિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી સર્વશ્રી જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, લાખાભાઇ જારિયા, પ્રદીપભાઈ વાળા, જિગ્નેશભાઈ કૈલા સહિતના સ્થાનિક પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here