મોરબી તાલુકા ભાજપ મીડીયા સેલના સહ કન્વિનર તરીકે મયંક દેવમુરારીની નિમણૂંક

0
12

મોરબી તાલુકા ભાજપ અને મોરબી ભાજપના ટોચના પદાઅધિકારીઓ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સેલના હોદા પર નિમણુંક કરાઈ

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુભાઈ મેતા તેમજ મોરબી જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા અરવિંદભાઈ વાંસદળીયા થતાં વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર–વિમર્શ અને પરામર્શ કરીને મોરબી તાલુકા ભાજપ વિવિધ સેલની નિમણુંક કરવામાં આવી છે જેમા મોરબી તાલુકા ભાજપના મીડીયા સેલ સહ કન્વિનર તરીકે ખોબા જેવડા ટીંબડી ગામે રહેતા અને મોરબી યુવા પત્રકાર તરીકે ફરજ બજાવતા મયંકભાઈ દેવમુરારી ઉપર પસંદગીનો કળશ ઢોળી મહોર લગાવી તાલુકા ભાજપના મીડીયા સેલ સહ કન્વિનર તરીકે નિમણુંક કરાઈ હતી મોરબી તાલુકાના ખોબા જેવડા ટીંબડી ગામે રહેતા મયંક દેવમુરારી શાંત સુશીલ સ્વભાવના હોનહાર વ્યકિતત્વ ધરાવતા યુવા પત્રકાર તરીકે સારી એવી નામના સાથે સ્વચ્છ છબી ધરાવતા હોય ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા તાલુકા ભાજપના વિવિધ સેલના હોદાઓ ઉપર નિમણુંક કરવામાં આવી હતી જેમા યુવા પત્રકાર મયંકભાઈ દેવમુરારીને મોરબી તાલુકા સહ કન્વીનર તરીકેની જવાબદારી સોંપતા ગામનુ ગૌરવ વધારી રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવી ભાજપ પરીવાર સાથે મીડીયા સેલ સહ કન્વિનર તરીકેની ફરજ બજાવશે જેથી પરીવારજનોમાં ખુશીના માહોલ સાથે શુભકામના પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here