મોરબી જિલ્લામાં મર્ડરનો સિલસિલો યથાવત ન.પા.પૂર્વ ઉપ પ્રમુખ અને તેના પુત્રની ઘાતકી હત્યા

0
5

મોરબીમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને તેના પુત્રની ઘાતકી હત્યા બેવડી હત્યાથી શહેરમાં સનસનાટી મચી ગઈ કાયદો વ્યવસ્થા ખાડે એકાદ મહિનામા 8 આઠ હત્યાથી મોરબી જીલો હચમચી ઉઠ્યો મોરબી વીસીપરામાં પિતા-પુત્રની ઘાતકી હત્યા જિલ્લો ફરી લોહીયાળ બન્યો જિલ્લામાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા ક્રાઈમરેટ આસમાને!! પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક સવાલ! હત્યારા બેખોફમોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા ખાડે ગયો હોય તેમ હત્યા મર્ડર જેવા ગંભીર બનાવોથી જિલ્લો ખળભળી ગયો છે મોરબી મયુરીનગરી મારામારી ચોરી હુમલા જેવા બનાવોથી ક્રાઈમનગરી તરીકે મદઅંશે જાણીતુ હતુ ત્યાં સુધી તો શહેરીજનો પોતાને થોડા સલામત સમજતા હતા પરંતુ અન્ડરવર્લ્ડની દુનિયામાં માયાનગરી મુંબઈને ટક્કર આપવા મોરબી મર્ડર નગરી બનવા તરફ દોટ મુકી હોય તેમ એકાદ મહીનામાં મર્ડરની આઠ ગંભીર ઘટનાઓ સામે આવતા શહેરીજનોમાં ભય વ્યાપી ગયો છે અને મોરબી શહેરના લોકો હવે પોતાને અસુરક્ષિત મહેસુસ કરી ડરનો અનુભવ કરી રહ્યા છે દીનપ્રતિદિન હત્યા મર્ડર જેવા ગંભીર બનાવોથી મોરબી જિલ્લો લોહીથી લથબથ બની ગયો છે જે ક્રાઈમના ઉછળી ગયેલા ગ્રાફને કાબુ કરવા પોલીસના હાથ ટુંકા પડતા હોય કે પછી ગુનેગારોને પોલીસ નામનો ડર જ ન રહ્યો હોય તેમ બેખોફ બનેલા હત્યારા હવે મચ્છરને મારે તેમ માણસને મારી બેફામ બન્યા છે ત્યારે મોરબી જિલ્લાને એસપી તરીકે નિર્લિપ્ત રાય જેવા નિડર બાહોશ અને કડક પોલીસ અધિકારીની ગુન્હાખોરી ડામવા તાતી જરૂરિયાત છે તેવી ચર્ચા વધતા ક્રાઈમથી ફફડી ગયેલા શહેરજનોમાં થઈ રહી છે કારણ કે મોરબી જિલ્લામાં એકાદ મહીનામાં આઠની હત્યાથી શહેર અને જિલ્લો લોહીયાળ બની ગયો છે જેથી બેકાબુ બનેલા લુખ્ખાતત્વો અને ગુનેગારોને કાયદાનો કડક ડંડો ઉગામી ભાન કરાવું તે મોરબી પોલીસ માટે હવે જરૂરી બન્યુ છે અન્યથા હત્યારાઓ હત્યાને અંજામ આપી શહેરીજનોમાં ખૌફ ઉભો કરી દાદા બની જાય તો નવાઈ નહી અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉપરા છાપરી બનેલા હત્યાના બનાવથી ક્રાઈમરેટમાં જબરો ઉછાળો આવ્યો છે જે પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનુ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે મોરબી પોલીસ જુગારીઓને અને દારૂડીયાઓને પકડી જાણે પોતે કોઈ મોટા પરાક્રમીને પકડ્યા હોય તેવુ મહેસુસ કરે છે જેથી જુગાર દારૂના કેસ સિમિત કામગીરી કરી સંતોષનો ઓડકાર ખાતી મોરબી પોલીસની કામગીરીનુ ચિત્ર વિચિત્ર રીતે ઉપજી આવ્યુ છે જે વધતા ક્રાઈમરેટને નીચો લાવવા કે અટકાવવા નાકામ જણાઈ રહ્યા છે!! મહીનામાં આઠ આઠ હત્યા મર્ડર જેવી ગંભીર ઘટનાઓ પરથી કહી શકાય જેથી દારૂ જુગાર જેવા ગણનાપાત્ર કેસોને શોધવામાં વ્યસ્ત રહેતી પોલીસની ફરી હત્યારાઓએ ઊંઘ હરામ કરી દોડતા કરી દીધા છે તેમજ યથાવત રહેલા હત્યાના બનાવોની ગુંથી ઉકેલાઈ નહી અને જુની જોગડ ડબલ મર્ડરની શાહી હજુ સુકાય નથી ત્યા ફરી ઉપરા છાપરી ડબલ મર્ડરની બેવડી હત્યાથી શહેરમાં સનસનાટી મચી જવા પામી છે જેથી મોરબી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હળવદના જુનીજોગડ ડબલ મર્ડરની હજુ શાહી સુકાય નથી ત્યા ફરી મોડીરાત્રે મોરબીના વીસીપરામાં રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન અને મોરબી નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ રાજકીય આગેવાન હાજી ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટવાણી ઉ.વ ૫૨ અને તેમના પુત્ર હાજી ઈમ્તિયાઝ ફારૂકભાઈ મોટલાણી ઉ.વ ૨૬ તેમના ઘરે હતા ત્યારે અમુક અજાણ્યા શખ્સો દ્વારા બંને પિતા પુત્ર ઉપર તિક્ષ્ણ હથિયારો વડે કાંઈ સમજે તે પહેલા જ જીવલેણ હુમલો કરી દેતા બંને પિતા પુત્રના મોત નિપજતા મુસ્લિમ સમાજ સહિત સમગ્ર મોરબીમાં સનસનાટી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા મોરબી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી બંને મૃતકોના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા વધુમાં પિતા પુત્રની હત્યા ચૂંટણીના વેરઝેરમાં થઈ હોવાનુ જાણવા મળ્યું છે જે માથાભારે ઈસમોએ ઘરે જઈ ધારીયા છરી જેવા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી બેવડી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા જે મામલે મૃતક ફારૂકભાઈ મોટલાણીના પત્ની રજીયાબેને પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ડબલ મર્ડર અને પાલિકાના પુર્વ પ્રમુખની સાથે યુવાન પુત્રની હત્યા થઈ હોવાની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના લોકોના ટોળા ઉમટ્યા હતા..રીપોર્ટર મયંક દેવમુરારી .મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here