મોરબી જિલ્લામાં એક વાગ્યા સુધીમાં ૧૫ હજારથી વધુ લોકોનું રસીકરણ કરાયું

0
3

જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કાબીલેદાદ કામગીરીજિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ અને ડીડીઓશ્રી પરાગ ભગદેવ દ્વારાજિલ્લાના વિવિધ સ્થાનો પર રૂબરૂ મુલાકાત લઇ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યાવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સીનેશન અંગેનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે આજના દિવસે આ મહાઅભિયાનને મોરબી જિલ્લાની પ્રજાએ આવકારીને અત્યાર સુધીના વેક્સીનેશન અંગેના તમામ રેકર્ડ બ્રેક કર્યા છે. તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત બપોરે એક વાગ્યાના રિપોર્ટ મુજબ ૭૫૨૩ વ્યક્તિઓએ પહેલો ડોઝ મેળવી લીધો છે જ્યારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો છે. આમ, અત્યાર સુધી મોરબી જિલ્લામાં એક જ દિવસમાં અગાઉ ૧૨૫૦૦ વેક્સીનેશનનો રેકોર્ડ હતો જે મોરબી જિલ્લાના પ્રજાજનોના સહયોગ થી બપોરના એક વાગ્યાના રિપોર્ટ મુજબ રેકર્ડ બ્રેક થયો છે. સમગ્ર કામગીરી બદલ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આજ રીતે વેક્સીનેશનની કામગીરી વેગવંતી બની રહે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે કામગીરી કરી રહ્યો છે જેમાં પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે.રીપોર્ટર મયંક દેવમુરારી.. મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here