મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ૩૯૮૬૯ નાગરિકોને વેક્સીનના ડોઝ અપાયા

0
10

મોરબી જિલ્લામાં મહારસીકરણ અભિયાનને લોકપ્રતિસાદટીમ મોરબીની જેહમત રંગ લાવીપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે મોરબી જિલ્લામાં કોરોના સામે આદરવામાં આવેલા મેગા વેક્સીનેશન ડ્રાઇવ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લામાં તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રસીકરણ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને ૩૯૮૬૯ નાગરિકોને એકજ દિવસમાં વેક્સિન આપવામાં આવી હતી.પ્રધાનમંત્રીશ્રીનાં જન્મદિવસે મહારસીકરણ અભિયાન અંતર્ગત લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ માટે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો પણ પૂરતો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. તેમજ તાલુકા કક્ષાએ તેની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. આ મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૩૦૧ વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગનાં કુલ ૩૯૬૮ કર્મચારીઓની ટીમ વેક્સિનેશનની કામગીરીમાં જોડાયા હતા.મહારસીકરણ અભિયાનમાં વ્યાપક જનસહયોગ મળી રહે એ માટે કલેક્ટરશ્રી જે.બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ દ્વારા માઇક્રો પ્લાનીગ કરવામાં આવ્યું હતું. વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગ, આશાવર્કર-આંગણવાડી કાર્યકર્તાઓ, શિક્ષકો, ખેતીવાડી વિભાગ, આઇસીડીએસ વિભાગ, નગરસેવકો, સ્થાનિક આગેવાનોનો સહયોગ મેળવવામાં આવ્યો હતો. આ મહારસીકરણ અભિયાનમાં તાલુકા પ્રમાણે માહિતી જોઇએ તો મોરબીમાં ૧૭૩૦૧, વાકાંનેરમાં ૮૯૧૭, હળવદમાં ૫૯૨૯, માળીયામાં ૩૪૬૦, ટંકારામાં ૪૨૬૨ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આમ કુલ ૩૯૮૬૯ લોકોને વેક્સીન આપવામાં આવી છે. જેમાં પ્રથમ ડોઝ ૨૨૨૪૬ તેમજ બીજો ડોઝ ૧૭૬૨૩ લોકોને આપવામાં આવ્યો હતો.રસીકરણ અભિયાનને સફળતાની ટોંચ પર પહોંચાડવા માટે અધિકારીશ્રી તેમજ પદાધિકારીઓ દ્વારા આખો દિવસ અને મોડી રાત સુધી નાગરિકોને રસી લેવા માટે વિવિધ પ્રકારે પોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે સ્થાનો પર સૌથી ઓછુ રસીકરણ થયું હતું તે સ્થાનો પર સ્થાનિક આગેવાનોને સાથે રાખીને રસીકરણ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે એક જ દિવસમાં અત્યાર સુધીનું રેકર્ડ બ્રેક રસીકરણની સફળતા મળી છે.રીપોર્ટર ..મયંક દેવમુરારી ..મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here