મોરબી જિલ્લાની શિક્ષણ શાખાઓમાં કારકુન ભરતી કરવા બ્રિજેશભાઈ મેરજાને રજુઆત કરતું રાષ્ટ્રીય શૌક્ષિક મહાસંઘ

0
7

પંચાયત,શ્રમ,રોજગાર,અને ગૃહ નિર્માણ, ગુજરાત રાજ્ય ના મંત્રીને રજુઆત કરી જિલ્લા તાલુકા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કારકુન જગ્યાઓ ભરવા માટે અનુરોધ કરાયો. મોરબી જિલ્લા – તાલુકા પચાયતોની શિક્ષણ સમિતિઓમાં શિક્ષકો પાસેથી બાળકોના શિક્ષણના ભોગે કલાર્કની કામગીરી લેવામાં આવે છે,જિલ્લા- તાલુકાઓ માં વહીવટી કારકુનની જગ્યાઓ વર્ષોથી ખાલી હોય શિક્ષકો વહીવટી કામગીરી કરી રહયા છે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે, શિક્ષકો વહિવટ કામગીરી કરતા હોય શાળાઓમાં એમની જગ્યાઓ ખાલી રહેતી હોય શાળા સંચાલનના ઘણાં બધાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એકલા મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લા અને જુદા જુદા તાલુકા મળીને આશરે 25 પચીસ જેટલા શિક્ષકોને આવા કારકુની કામમાં રોકેલા છે, શાળાઓમાં આ શિક્ષકોના ભાગે આવતા વિદ્યાર્થીઓનું ભારણ અન્ય શિક્ષકોના ભાગે આવતું હોય શિક્ષકોમાં પણ ખુબજ નારાજગી જોવા મળી રહી છે જ્યારે આર.ટી.ઈ.માં શિક્ષકો પાસેથી શિક્ષણના ભોગે કામગીરી લેવાની સ્પષ્ટ મનાઈ હોવા છતાં વર્ષોથી શિક્ષકો પાસેથી કારકુનની કામગીરી લેવાતી હોય, તાલુકા- જિલ્લા પંચાયતમાં કારકુનની નિમણુંક કરી બાળકોના હિતમાં આ બધા શિક્ષકોને મુક્ત કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બ્રિજેશભાઈ મેરજા મંત્રી પંચાયત વિભાગને રજુઆત કરેલ છે..રીપોર્ટર મયંક દેવમુરારી.. મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here