મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળા ખાતે લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિર યોજાઈ

0
12

મોરબી ડિસ્ટ્રીક લીગલ સર્વિસીસ ઓથોરિટી અને જિનિયસ ગ્રુપ ના સહયોગથી

શાળાની વિદ્યાર્થિનીઓ અને સંસ્થાના સ્ટાફની મહિલાઓને સ્વબચાવની તાલીમ અને કાનૂની માર્ગદર્શન અપાયું તેમજ જાતીય સતામણી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
પુરુષ પ્રધાન સમાજમાં અગ્નિપરીક્ષા હંમેશા સ્ત્રીઓએ જ આપવી પડે તેમજ સ્ત્રીઓ અબડા છે તે માનસિકતા બદલાવી અનિવાર્ય છે તેમ વક્તા રોહિત સિક્કાએ જણાવ્યું હતું.
માર્શલ આર્ટસ અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપના નિષ્ણાંત એવા બાસુજીત સિંઘ અને વૈશાલી જોશી દ્વારા સેલ્ફ ડિફેન્સની વિવિધ ટેકનીક શીખવવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.કે પંડ્યા સાહેબે મહિલાઓને કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં જે.એમ.આલ(પી.આઈ), વી.એલ.સાકરીયા(મહિલા પી.આઈ)તેમજ પી.એચ.લગધીરકા(સર્કલ પી.આઈ) હાજર રહ્યા હતા
સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની તમામ વિદ્યાર્થીની બહેનો તેમજ ઘણા વાલીઓ હાજર રહ્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તેમજ સમગ્ર ટીમે સરસ આયોજન કર્યું હતું
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here