મોરબીની શાળાની બાળાઓને ચણીયા ચોલીનું અનોખું દાન આપતું યુનિવર્સલ વેલ્ફર ટ્રષ્ટ

0
10

મોરબીની દશ જેટલી શાળાઓમાં દોઢ લાખની કિંમતની 160 ચણીયા ચોલી અર્પણ કરતું અંકલેશ્વરનું યુનિવર્સલ વેલ્ફર ટ્રષ્ટમોરબી.આજના સમયમાં ઘણા બધા લોકો ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન અર્પણ કરી અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા લોકોને,સમાજને મદદરૂપ થતા હોય છે અને જીવનમાં પુણ્યનું ભાથું ભેગું કરતા હોય છે એ અન્વયે પૂર્ણિમાબેન કાપડિયા કે જેઓ હાલ અંકલેશ્વર મુકામે રહે છે અને રસિલાબેન અમૃતલાલ વડસોલા કે જેઓ વાપી રહે છે. બંને બહેનો યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ ચલાવે છે મોરબીની શાળાઓમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ,જુદાં જુદાં કાર્યક્રમોમાં બાળાઓ જે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ચણીયા ચોલી પહેરીને સુંદર અભિનય ગીતો રજૂ કરે છે

એ વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી નિહાળીને એનાથી ખુબજ પ્રભાવિત થયા અને બંને બહેનોએ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંપર્ક કર્યો અને મોરબીની માધાપરવાડી કન્યા શાળા,રાજપર તાલુકા શાળા, ભરતનગર પ્રા. શાળા, લખધીરનગર પ્રા.શાળા, કપોરીવાડી પ્રા.શાળા,કડીયાણા તાલુકા શાળા,મેરૂપર તાલુકા શાળા,બિલિયા પ્રા.શાળા, મેઘાણીવાડી પ્રા.શાળા,રંગપર તાલુકા શાળા એમ કુલ દશ શાળાઓમાં સોળ સોળ નંગ આશરે એક હજાર રૂપિયાની કિંમતની કુલ 160000/- એક લાખ સાંઈઠ હજાર રૂપિયાની ચણીયા ચોલી અર્પણ કરેલ છે હાલ પાંચ શાળામાં પહોંચાડેલ છે,હાલ સિલાઈ કામ ચાલુ હોયબાકીની શાળાઓ માટે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે,અને આજુબાજુની શાળાઓમાં જરૂરિયાત હોય તો આ ચણીયા ચોલીનો ઉપયોગ કરવા માટે પણ આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે,છેક અંકલેશ્વર રહેતા હોવા છતાં મોરબીની બાળાઓ માટે દાન અર્પણ કરવા બદલ દશે દશ શાળાના આચાર્ય દ્વારા આભાર પત્ર આપીને દાતાઓનો ઋણ સ્વીકાર કરેલ છે,આ બહેનો દ્વારા બિલકુલ ગરીબ બાળકો માટે ભોજન વ્યવસ્થા, અભ્યાસની ફી ની વ્યવસ્થા, ગરીબ પરિવાર કે ગરીબ સિંગલ પેરેન્ટ વાળી દીકરીઓ માટે કન્યાદાન કીટ અર્પણ કરવામાં આવે છે જેમાં પાંચ સાડી,પાંચ ડ્રેસ મટિરિયલ્સ, એક ચણીયા ચોલી,ચાંદીના સાંકળા,બેગ એમ આશરે પંદર હજાર રૂપિયાની કિંમતની કિટ હોય છે,અનાથ આશ્રમમાં રહેતી દીકરીઓને કન્યાદાન, આંખના ઓપરેશન માટે આર્થિક મદદ, મેન્ટલી ચેલેન્જ બાળકો માટે ભાવતા ભોજન આપવા વગેરે પ્રવૃત્તિઓ ઉપલબ્ધ નાણાંકીય ભંડોળ મુજબ યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ દ્વારા કરવામાં આવે છે,રીપોર્ટર.. મયંક દેવમુરારી.. મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here