મોરબીના વકીલની પુત્રીએ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદ જયંતિ – રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરી.

0
5

ઉઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ પ્રાપ્તિ સુધી કાર્યરત રહો નો જીવનમંત્ર આપનાર ભારતીયતા, વેદાંત અને યોગનું વિદેશની પ્રજાને દર્શન કરાવનાર અને સાચા ધર્મની ઓળખ અપાવનાર, સ્વામી વિવેકાનંદ નો જન્મ તા. 12/1/1863 ના રોજ થયો હતો. તેમનું સંસારી નામ નરેન્દ્ર હતું. તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય હતા. 12 મી જાન્યુઆરી તેમની જન્મ જયંતિ નિમિત્તે મોરબીની નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી અને રવાપર રોડના ગાયત્રીનગર માં રહેતી ચેલ્સીબેન રાજપરા એ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદનીજન્મજયંતિની ઉજવણી કરી હતી. આ તકે તેમણે નચિકેતા નો પ્રશ્ન મૃત્યુ બાદ આત્મા નું શું થાય છે.? ના સવાલ-જવાબ ના દ્રષ્ટાંતો સાથે રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, મારા ગુરુ, વર્તમાન ભારત જેવા ગ્રંથોના રચયિતા સ્વામી વિવેકાનંદના વિચારોના પાઠ, શિવ રાજપરા, હેત રાણસરીયા, આયુષ જાકાસણીયા, અક્ષર ગામોટ, ક્રિષ્નવી માકાસણા, સ્વેની રંગપરીયા, દર્શિતા બરાસરા ને ભણાવ્યા હતા.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here