મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત જીલ્લા કક્ષાની ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતા માળફળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળાના બાળ કલાકારો

0
12

દાહોદ જીલ્લામાં મોબાઇલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત ગાયન સ્પર્ધા યોજાઈ ગઈ . જેમાં ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીની વયજુથના વિભાગમાં લોકગીત અને લગ્નગીત સ્પર્ધામાં માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળાના બાળ કલાકારોએ પ્રથમ નંબર મેળવી શાળા,ગામ અને તાલુકાનું નામ રોશન કરેલ છે.લોકગીતમાં સુમિત્રાબેન હિંમતભાઈ બારીઆ તથા લગ્નગીતમાં પુષ્પાબેન દિનેશભાઈ પટેલ દ્વારા ખુબ ઉત્તમ કૃતિઓ રજુ કરીને પ્રથમ નંબર મેળવેલ છે.કોવિડ ૧૯ ના કારણે લાંબા સમયથી શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ અને સહભ્યાસિક પ્રવૃતિઓ ધમધમી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ આ નાનકડી શાળાએ પૂરું પાડયું છે. કોરોનાની મહામારીમાં હાલમાં ફળિયા શિક્ષણમાં ખુબ પરિણામ લક્ષી કામ થઇ રહ્યું છે ત્યારે માળ ફળિયા વર્ગ બોઘડવા શાળાના આચાર્ય ભારતસિંહ રાઠવા તથા સાથી શિક્ષક મિત્રોના અથાગ પ્રયાસોથી શિક્ષણની સાથે સાથે બાળ કલાકારોના ઘરે ઘરે જઈને બાળકમાં પડેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાનું કામ કર્યું છે. ધાનપુર તાલુકાની ધોરણ -૧ થી ૫ ધરાવતી નાનકડી શાળા શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં પણ દાહોદ જીલ્લામાં મોખરે છે ત્યારે આગામી સમયમાં આ નાના બાળ કલાકારો લોકગીત અને લગ્નગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દાહોદ જીલ્લાનું નેતૃત્વ કરશે .આ તબક્કે જીલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી તથા ધાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા માર્ગદર્શક શિક્ષક મિત્રો અને બાળ કલાકારોને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here