મોડાસા જીનિયસ સ્કૂલ પાસેથી વન વિભાગની ટીમે ૬ ફૂટ લાંબો અજગર પકડ્યો

0
9


ઋત્વિક સોની.અરવલ્લી

ચોમાસાની સિઝન દરમ્યાન મહાકાય અજગરો મળી આવવાનો સીલસીલો જારી બનતા સીમ વિસ્તારોમાં ખેડૂત પરિવારજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.મોડાસાની જીનિયસ સ્કૂલ પાસેથી ગઈ કાલે મોડી રાત્રે ૬ ફૂટ લાંબો અજગર જોવા મળતા નગજનોએ વન વિભાગને જાણ કરતા કર્મચારીઓ ઘટના સ્થળે તુરંત જ પહોંચી ગયા હતા.મોડાસા વન વિભાગના આર.એફ.ઓ.હરેશભાઇ દેસાઈ અને ફોરેસ્ટર પ્રદીપ ચૌહાણ ,દયાફાઉન્ડેશનના કર્મચારી જગદીશભાઈ ભીલ તેમજ જીવદયા પ્રેમી એવા શિક્ષક કિશોરભાઈ સહિતના વન કર્મચારીઓ તાબડતોબ જગ્યા પર પહોંચી ભારે જહેમત બાદ અજગરને કાબુમાં કરી આખરે અજગરને સલામત રીતે પકડી કોથળામાં પુરી જંગલ વિસ્તરમાં છોડી મુક્તા ગભરાયેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here