મોંઘવારીના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિગળા ચાચર થી રેલવે સ્ટેશન સુધી ની જન જાગૃતિ રેલી યોજાઇ..

0
11

પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી તેમજ પાટણ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલીમાં જોડાયા..

મોંઘવારી વિરોધમાં પાટણના સાંસદ ને આવેદનપત્ર આપી ભાજપ વિરોધી સૂત્રોચાર કરાયા..

પાટણ તા.૨૭
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસનમાં દિન-પ્રતિદિન વધી રહેલા દરેક વસ્તુઓમા અસહ્ય ભાવ વધારાને લઇને લોક જાગૃતિ અર્થે ગુજરાતના તમામ જિલ્લા લેવલ ખાતે રેલી યોજી ભાજપના નેતાઓને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ શનિવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમના ઉપલક્ષમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના હિગળા ચાચર ચોક ખાતે પાટણના પ્રભારી સહિત પાટણ ધારાસભ્યની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકત્ર થઈ મોંઘવારી વિરુદ્ધ ના વિવિઘ બેનરો સાથે ભાજપ સરકાર સામે સૂત્રોચાર કરી રેલી યોજી મોંઘવારી વિરુદ્ધ માં લોક જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મોંઘવારી જાગૃતતા રેલી શહેરના હિંગળાચાચર ચોક ખાતેથી પ્રસ્થાન પામી મુખ્ય બજારમાં થઈ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી જ્યાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપના રાજમાં દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારી વિરુદ્ધ માં સૂત્રોચાર કયૉ હતાં અને ત્યારબાદ તમામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ના કાર્યાલય ખાતે મોંઘવારીના વિરોધમાં આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મોંઘવારીનાં મામલે જનજાગૃતિ રેલીમાં પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રભારી રાજુભાઈ તેમજ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા, પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ પાટણ તાલુકા પંચાયત પક્ષના નેતા સોહન પટેલ, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ હસમુખ સકસેના, મહિલા મોરચાની આગેવાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here