મેઘરજ છીટાદરા ગામે ઘણા વર્ષો બાદ રસ્તા માટેનું દબાણ દૂર કરાયું

0
15

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજ તાલુકાના છીટાદરા ગામે ઘણા વર્ષો પહેલા છીટાદરા ગામે ડીપ ગરનાળાથી આંગણવાડી – 2 સુધી ગામતર જમીનમાં દબાણ કરેલ હતું જેના કારણે રહીશો તેમજ આંગણવાડીના બાળકોને જવા આવવામાં મુશ્કેલી અનુભવાતી હતી ત્યારે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા રસ્તો કાઢવા તેમજ રસ્તો બનાવવા તંત્રમા વારંવાર રજુઆત કરવા છતાં નિકાલ આવતો ન હતો ત્યારે અંતે તંત્ર સફારે જાગ્યુ અને ઘણા વર્ષો બાદ રસ્તાનું દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે કોઈ ઘટના ન બને તે માટે પંચાયત દ્વારા ઇસરી પોલિસનું પ્રોટેક્ષણની માંગણી કરી પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પંચાયત દ્વારા જે તે માપણી અધિકારી ની હાજરીમા રસ્તાની માપણી કરી શાંતિ પૂર્વક રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું ત્યારે રહીશો એ વર્ષો પુરાણી માંગણી સંતોષતા હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here