મુજપુર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રનો આરંભ.

0
3


શંખેશ્વર તાલુકામાં આવેલ મુજપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર બનવતા તેનું લોકાર્પણ પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું.આવનારા સમય મા સાંમુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોનો સ્ટાફ વધારી વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ વધુમાં વધુ મળી રહે તેવા તમામ પ્રયત્નો કરવા પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું.


મુજપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું જેને સામુહિક આરોગ્ય કેન્દ્ર નો દરજ્જો આપતા જેનું ઉદ્ઘાટન ગુરુવારના રોજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં ટૂંક સમયમાં બાજુમાં પડેલી જમીનમાં નવીન સામુહિક કેન્દ્રનું મકાન બનાવી તમામ વ્યવસ્થા પુરી કરવા અને વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ નજીકમાં મળી રહે તેના માટે સામુહિક કેન્દ્રમા જુદા જુદા દર્દોની તબીબી સારવાર મળી રહે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવ, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ મેરાજી ઠાકોર, શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ભલાભાઈ કટારીયા તેમજ આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here