મુંબઈ નેશનલ હાઈવે અને ટોલબુથ બાબતે ઝાલોદ તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
21
  ઝાલોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મૂકેશભાઈ ડાંગી દ્વારા આજરોજ આદિવાસી ખેડૂતો અને આદિવાસી ભાઈ બહેનોની ચિંતા કરી એક આવેદનપત્ર ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી શ્રી ને આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવેલ છે કે ઝાલોદ તાલુકાના 14 ગામો માંથી પસાર થતો દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવે મા સરકાર દ્વારા આદિવાસી ભાઈ બહેનોની જમીન સસ્તા ભાવે માંગી રહેલ છે અને જો આદિવાસી ભાઈ બહેનો ના આપે તો પોલિસને સાથે રાખી જબરજસ્તી જમીન લેવામાં આવશે તેવું તંત્રના અધિકારીઓ દ્વારા દબાણ આપવામાં આવી રહ્યું છે અને આદિવાસી ભાઈ બહેનો ને ઘર વિહોણા કરી વિકાસ ના નામે આદિવાસી ભાઈ બહેનો સાથે છેતરપિંડી કરવામાં આવી રહેલ છે તો હાલ ખેડૂતો દ્વારા હાઈકોર્ટમા ન્યાયના હિતમા કેસ ચાલી રહેલ છે જેનું જજમેન્ટના આવે ત્યાં સુધી ખેડૂતોની જમીનમાં તંત્ર કે ઓથોરીટી દ્વારા કોઈ કામગીરી કરવામાં ના આવે તેવી માંગ કરેલ છે
 બીજું ઝાલોદ નગરમા આવેલ વરોડ ટોલબુથ હાલ જે ભાવ વધારો કરેલ છે તે રદ કરવામાં આવે કેમકે તેનાં લીધે એસ.ટી બસોમા ટિકિટ ભાડામા વધારો થયેલ છે અને ઝાલોદ તાલુકામા ચાલતી લોકલ એસ. ટી બસ ને ટોલ ફ્રી કરે જેથી આદિવાસી પરિવારો ને વધારાનો ખર્ચ કરવોના પડે સાથે દૂધ સંજીવનીના વાહનો અને સ્કૂલબસો ને ટોલ ફ્રી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે 
ઝાલોદ જૂના ઓક્ટરોય થી કાળીતળાઈ સુધીના રસ્તા તૂટેલા છે રીપેર કરી નવો બનાવવા અને મીરાખેડી એસ.આર.પી ચોકડી પર નવીન પોલ બનાવી લાઇટ ચાલુ કરવા બાબત માંગણી કરેલ છે.
  ઉપરોક્ત માંગણીનો નિકાલ 18/04/2022 સુધી નહીં આવે તો 19/04/2022થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આગામી તારીખ 21/04/2022ના રોજ દેશના પ્રધાનમંત્રીશ્રી ના કાર્યક્રમનો આદિવાસી સમાજ ને સાથે રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી, જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષઁદભાઇ નિનમા.માજી ધારાસભ્ય મિતેશ ગરાસિયા. ST.સેલ પ્રમુખ મુકેશ ડામોર સહિત ૧૪ ગામના ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકર્તા ઓ મોટિ સંખ્યા માં ઉપસ્થિતિ રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here