મા-બાપ થી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં તેના માતા-પિતા સાથે મિલન કરલીમડી લીમડી પોલીસ

0
10

લીમડી થી આશરે ૯ કિ.મી. દૂર આવેલ મોટી હાંડી ગામેથી બપોરના એક વાગ્યા દરમિયાન એક ચાર વર્ષની બાળકી પ્રિયાબેન તેના ઘરેથી રમતાં રમતાં નીકળી ગયેલી હતી જેમાં લીમડી નજીક ખેડા બાયપાસ રસ્તા ઉપરથી મળી આવી હતી ત્યારે બાળકી પોતાનું નામ કે તેના માતા-પિતા નુ નામ કે બોલી શક્તી ના હોવાથી જેમાં ઝાલોદ તાલુકા લીમડી પોલીસ સ્ટેશનના પી .એસ.આઈ એમ.એલ. ડામોર દ્વારા ગંભીરતાથી લઈ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક એક્શન માં આવી બાળકીનાં પરિવારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં બાળકીનાં ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને તેમજ બાળકીને લીમડી બજારમાં જનમેદની જોઈ શકે તે રીતે જાહેર જગ્યાએ જઈને પોલીસ વાહનમાં ફેરવી માઈકના માધ્યમથી બાળકીને ઓળખવા માટે જાહેરાત કરતાં પાંચ કલાક ની અંદરમા બાળકીનાં માતા પિતા સાથે સહી સલામત સોંપી લીમડી પોલીસ માનવતાનું એક ઉત્કૃષ્ટ પુરું પાડ્યું હતું

રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here