માળીયામિંયાણાના વેજલપર ગામના તળાવમાં કાચબાઓના શંકાસ્પદ મોત ફોરેસ્ટ વિભાગે કાચબાઓના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા

0
10

વેજલપર નવનિયુક્ત સરપંચ ચાર્જ સંભાળ્યા પહેલા જ સક્રિય કાચબાઓના ટપોટપ મોત મામલે તળાવ ફરતે તપાસ કરાવી વન વિભાગને જાણ કરતા વનરક્ષક નિતિન ચૌહાણ ઘટનાસ્થળે દોડી ગયા

માળીયામિંયાણાના વેજલપર ગામના તળાવમાં અસંખ્ય કાચબાઓની સાથે માછલાઓ પણ રહેતા હોય ત્યારે માત્ર કાચબાઓના શંકાસ્પદ રીતે ટપોટપ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી દિવસે ને દિવસે મૃત હાલતમાં કાચબાઓના મૃતદેહ તળાવ કાંઠે તણાઈ આવતા આ અંગે નવનિયુક્ત સરપંચ હરેશભાઈ કૈલાએ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા વનરક્ષક નિતિન ચૌહાણ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વોર્ડ ૮ના સભ્ય કૌશિક કૈલા અનિલ કૈલા લલીતભાઈ ચાડમીયા દિગ્વિજયસિંહ રાઠોડ ગીરીરાજસિંહ રાઠોડ સહીતના ગ્રામજનો સાથે વનરક્ષકે ઘટનાસ્થળે બારીકાઈથી નિરક્ષણ કર્યુ હતુ જેમા પ્રાથમીક તારણમાં કાચબાઓના મોત કોઈ ઝેરી દવાની અસરથી નહી પરંતુ અન્ય કોઈ કારણોસરથી થયા હોય તેવુ પ્રાથમીક તારણ છે કારણ કે માછલા સહીત અન્ય જીવોને કોઈ અસર નહી દેખાતા આ શંકાસ્પદ મોત મામલે આરએફઓ એન.પી.રોજાસરાની સુચના અને માર્ગદર્શન હેઠળ વનરક્ષક નિતિન ચૌહાણે તમામ કાચબાઓના મૃતદેહને બહાર કઢાવી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમ શંકાસ્પદ રીતે મોતને ભેટેલા ૯ જેટલા કાચબાઓના મોત ક્યા કારણોસર થયા તે પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે વધુમાં વનરક્ષકે જણાવ્યું હતુ કે કાચબાના મોતના મુળ સુધી પહોચવા જરૂર પડે એફએસએલ રિપોર્ટમાં મોકલવા પડે તો પણ આગળની તજવીજ હાથ ધરાશે આમ વેજલપર દેવસરોવર તરીકે ઓળખાતા તળાવમાં કાચબાના ટપોટપ મોતથી સમ્રગ ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી કાચબાઓના મૃતદેહ એક પછી એક તળાવ કાંઠે આવેલા હનુમાનજી મંદિરે તરફ તણાઈ આવતા દર્શાનાથીઓને મૃતદેહની દુર્ગધ આવે એ પહેલા જ સરપંચનો ચાર્જ લીધા પહેલા જ સક્રિય બની કામગીરીને ત્વરીત રીતે નિકાલ કરતા હરેશ કૈલાની ટીમના સભ્ય કાર્યકતાઓનો કાફલો તળાવ કાંઠે દોડી જઈ કાચબાઓના મૃતદેહને બહાર કાઢવા પંચરોજ સહીતના કામમાં મદદરૂપ બન્યા હતા
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here