માળિયા બી.આર.સી. ભવન ખાતે વિદાય અને સ્વાગત સમારોહ યોજાયો.*

0
32

*માળિયા બી.આર.સી. ભવન ખાતે વિદાય અને સ્વાગત સમારોહ યોજાયો.*

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષક પરિવાર આયોજિત વિદાય તથા સ્વાગત સમારોહ બી. આર. સી ભવન માળિયા ખાતે યોજાયો હતો.

આ સમારોહમાં માળિયા તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી દિપાબેન બોડાને સાલ ઓઢાળી, મોમેન્ટો અર્પણ કરી વિદાય અર્પણ કરી હતી. તો સાથે નવા નિમાયેલ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંમલને સાલ ઓઢાળી, ગિફ્ટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. તેમજ માળિયા તાલુકાના કેળવણી નિરીક્ષણ શિક્ષણ ઈન્ચાર્જ કુવાડિયા મોહનભાઈનું પણ આ તકે સાલ ઓઢાળી, મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું અને માળિયા તાલુકા પંચાયત કચેરીમાં શિક્ષણ વિભાગના હિસાબીનું કામ નિભાવી સર્વે શિક્ષકોના પગાર હમેંશા નિયમિત થાય તે માટે વિશેષ પ્રયત્નો કરનાર વૈષ્ણવ જયંતિભાઈ પણ વય નિવૃત થતા સાલ ઓઢાળી, મોમેન્ટો અર્પણ કરી વિદાય અર્પણ કરેલ.

આ સમારોહની સાથે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા તથા પગારબિલ મિટિંગ પણ યોજાય હતી. આ તકે માળિયા તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ અને જિલ્લા પ્રા. શિ. સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ, માળિયા તા. પ્રા. શિ. સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, માળિયાના બી. આર. સી. કો-ઓર્ડિનેટર નરેન્દ્રભાઈ નિરંજની, માળિયા તા. પ્રા. શિ. સંઘના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કાસુન્દ્રા તથા વિનુભાઈ રાઠોડ, સંઘના પ્રતિનિધિઓ અને તાલુકા શાળા આચાર્ય હાજર રહ્યા હતા.
રીપોર્ટર
મયંક દેવમુરારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here