માળિયા તાલુકામાંથી બે શિક્ષકોને “તાલુકા પારિતોષિક” એનાયત.

0
5

શિક્ષકોને મળેલ પારિતોષિકની રકમ વિદ્યાર્થીઓ અને શાળાને અર્પણ.શિક્ષકદિન નિમિતે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાજ્ય, જિલ્લા અને તાલુકા પારિતોષિકથી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.

જેમાં આ વર્ષે મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રાથમિક શાળાના શિક્ષક બેચર ગોધાણીની તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હતી. શિક્ષકદિન નિમિત્તે જિલ્લા કક્ષાએ યોજાયેલ શિક્ષક સન્માન કાર્યક્રમમાં શિક્ષકોને એવોર્ડની સાથે 5000 રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. પારિતોષિકમાં મળેલ આ રકમ પોતાની પાસે ન રાખતા બંને શિક્ષક મિત્રોએ પોતાની શાળા અને વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી એવોર્ડ માત્ર પોતાનો નહીં પણ સમગ્ર શાળા પરિવારનો છે એવી ભાવના વ્યક્ત કરી હતી. આ તકે બંને શિક્ષક મિત્રોને તેમની શાળાના આચાર્ય, શિક્ષકો અને એસ.એમ.સી.ના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

રીપોર્ટર ..મયંક દેવમુરારી.. મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here