માલપુર તાલુકાના જુનાતખતપુર માં ગૌચરમાં થી દબાણો હટાવવા ના અહેવાલો મીડિયા માં પ્રસિદ્ધિ થતા દબાણ કરનારે સ્વખર્ચે જેસીબી દ્વારા તળાવ ઓગન નું દબાણ દૂર કર્યું

0
13

અરવલ્લી
માલપુર તાલુકા ના જુના તખતપુર ગામે ગૌચર ની જમીન માં આવેલ તળાવ અને ગોચર ની જમીનમાં થી પસાર થતાં કાચો રસ્તા ને ગામના જ એક વ્યક્તિ દ્વારા દબાણ કરેલું અને આગણ અને રસ્તો બંધ કરી દેતાં ગ્રામજનો એ આ વ્યક્તિ ને સમજાવવા છતાં નહીં સમજતાં અને જાવ જ્યાં જવું હોય ત્યાં નહીં હટે દબાણ તેવું જણાવતાં ગ્રામિણ જનતા દ્વારા અરવલ્લી કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉકટર અનિલ ધામેલીયા અને રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને
અરજી કરી તાત્કાલીક દબાણ દૂર કરવા માંગ કરી હતી તેમજ મીડિયા ને અરજી ની નકલો અને દબાણ કરેલા ફોટા આપી મીડિયા દ્વારા અહેવાલો પ્રસિધ્ધ થતા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી અને તાલુકા પંચાયત ના અધિકારીઓ સ્થળ તપાસ કરી સમજાવવા ના પ્રયાસો કરવા છતાં નિષ્ફળતા મળી હતી ત્યાર જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતના દ્વારા આ અંગે તપાસ કરવા ની જાણ કરતા
ગૌચરની જમીનમાં રમેશભાઈ મગનભાઈ પટેલ નામના ઈસમે બિન‌અધિકૃત પણે ગૌચર પૈકીની કેટલીક ખુલ્લી કરવા માટે જેસીબી દ્વારા જો તમે જાતે ખુલ્લી નહિ કરો તો અમો પોલીસ રક્ષણ સાથે કરવાની ફરજ પડશે અને આ તમામ ખર્ચ તમારી પાસે થી વસુલાત કરવા માં આવશે માટે તમારે દૂર કરવું હોય તો તમે જાતે કરવી લેશો નહિતર સરકારી રાહે અમો કરાવીશું તેવી મીટીંગ કરી પંચાયત દ્વારા જણાવતાં હાલમાં તળાવ ના વધારા ના પાણી નો નિકાલ કરવા ની માગણી અને વર્ષો જૂનો રસ્તા નું દબાણ દૂર કરવા ની માંગણી કરી હતી જેમાં સ્થળઉપર હાલ તળાવ ના ઓગણ નું દબાણ દૂર કરવા ની તજવીજ હાથ ધરાઈ હતી હજુ રસ્તો ખુલ્લો કરાવવા ની માગ ઉભી રહી છે જોવું રહ્યું તલાટી સરપંચ અને તાલુકા ના અધિકારી ઓ દ્વારા દૂર કરાવશે કે આટલા થીજ સંતોષ માનશે
મુખ્યમંત્રી કાર્યાલય માં રાજ્ય સ્વાગત ઓનલાઈન માં પણ અરજી કરવામાં આવી છે હાલ મીડિયા ના અહેવાલો ની અસર થી તાત્કાલિક દબાણ દૂર કરવા ની દબાણકર્તા દ્વારા ખુલ્લી કરવા ની કામગીરી ચાલુ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here