માનવ સેવા એજ પ્રભુ સેવા જાયન્ટ્સ પાટણ પ્રોજેક્ટ નં 203

0
1


આજ તા 21/10/2021 ને ગુરુવાર ના રોજ ગાંધી સમૂર્તિહોલ કલેક્ટર કચેરીની બાજુમાં પાટણ ખાતે અષ્ટા વક્ર વિકાલંગ વિકાસ ટ્રસ્ટ પાટણ અને વહીવટી તંત્ર સયુંકત ઉપક્રમે પાટણ જિલ્લા ના 120 થી વધારે દિવ્યાંગ ભાઈ અને બહેનો ના વિકાસ માટે શ્રી સચિનકુમાર મદદનીશ કલેકટરશ્રી ની અધ્યક્ષતા માં સેમિનાર નું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ ચિંતાનભાઈ ધરપુર હોસ્પિટલ ,સમાજસુરક્ષા અધિકારી,જિલ્લાગ્રામ વિકાસ અધિકારી,મામલતદાર કચેરી અધિકારી ગણ દ્વારા વિકલાંગ ભાઈ બેનો ને મદદરૂપ થાય તેવી માહિતી પુરી પાડેલ, ટ્રસ્ટ ના પ્રમુખ કનુભાઈ પરમાર,મંત્રી શ્રી કીર્તિ ભાઈ,અને વિશાલ સંખ્યામાં વિકલાંગ બાળકોના શિક્ષક ગણ અને વાલીગણે હાજરી આપેલ , જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા સેમિનાર માં હાજર દરેક વિકલાંગ ભાઈ બેનો અને તેમની સાથે આવેલ તમામ વાલી અને ટ્રસ્ટ ના કર્મચારી મિત્રો ને દાતા શ્રી હર્ષ વિજયભાઈ પટેલ અયોધ્યા નગર સોસાયટી પાટણ ના સહયોગથી ભોજન આપી સેવાનો લાભ લીધેલ. સદર સેમિનાર માં પ્રમુખ શ્રી નટવરભાઈ દરજી મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલ હર્ષદભાઈ પંચાલ રાજુભાઇ પટેલ દ્વારા સેવા આપવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here