માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 71માં જન્મદિવસ નિમિત્તે મેગા મેડિકલ કેમ્પ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

0
10

આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની શ્રીમતિ વિ.એમ ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજ માં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 9 2021 ના રોજ ૭૧ માં જન્મદિવસ આવી રહ્યો છે તેની ઉજવણી ના ભાગરૂપે શ્રીમતિ વિ.એમ ચાંડેરા શૈક્ષણિક સંકુલમાં મેગા મેડિકલ કેમ્પ જય અંબે હોસ્પિટલ ચાપરડા ના સંત શ્રી શિરોમણી શ્રી મુક્તાનંદ બાપુ ની હોસ્પિટલમાંથી જુદા જુદા વિભાગના ૯ ડોક્ટરોએ ફ્રી નિદાન અને ફ્રી દવાઓ પૂરી પાડી હતી જેમાં ૩૩૫ દર્દીઓએ તેમનો લાભ લીધો હતો ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ શ્રી સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંક કેશોદ અને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં સંસ્થાનાનો ટાર્ગેટ 70 બોટલનો હતો તેમની જગ્યાએ યુવાઓએ ઉત્સાહભેર 75 બોટલ જેવું રક્તદાન કર્યું હતું જેમની cc ૨૫૫પ૦ થી વધુ થાય છે આ કાર્યક્રમમાં લોએજ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી માંગરોળ મામલતદાર સાહેબ શ્રી રાયચુરા સાહેબ સંસ્થાના સ્થાપક સંચાલક શ્રી ડોક્ટર વેજાભાઇ ચાંડેરા જનરલ ગુજરાત આહિર સમાજના પ્રમુખશ્રી ગોવિંદભાઈ ચોચા સીલ જીલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ અને શીલ તાલુકા પંચાયત ના સભ્યશ્રી રામજીભાઈ ચુડાસમા અશોકભાઈ ચર્ચા મસરીભાઇ ભાઈ કાનાભાઈ પિઠીયા મછલી બામરોટિયા ભરતભાઇ રામ અજયભાઈ નંદાણીયા આહિર આગેવાન જેઠાભાઇ નંદાણીયા હાજર રહ્યા હતા મેડીકલ કેમ્પ અને રક્તદાન કેમ્પમાં સર્વ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો કેમ્પને સફળ બનાવવા માં સંસ્થાના સ્થાપક સંચાલક શ્રી ડોક્ટર વેજાભાઇ એમ ચાંડેરા ના માર્ગદર્શન નીચે સમગ્ર સંસ્થા ના સ્ટાફ મિત્રો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી આ સંસ્થા છેલ્લા ૧૭ વર્ષની રક્તદાન કેમ્પ તેમજ મેડીકલ કેમ્પ નિયમિત રીતે કરતી આવે છે અને ભવિષ્યમાં પણ આવા સમાજસેવાના કાર્યો સંસ્થા કરતી રહેશે તેવું સંસ્થાના સંચાલક શ્રી ડોક્ટર વેજાભાઇ ચાડેરા એ જણાવ્યું હતું તેમજ પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે દરેક રક્તદાતાઓને એક એક વૃક્ષ આપવામાં આવેલ હતું જેમાં પીપલો વડલો બીલીપત્ર અને તુલસી નું વિતરણ કરવામાં આવ્યું હતું આ મેગા મેડિકલ કેમ્પમાં જય અંબે હોસ્પિટલ ચાપરડા દ્વારા સંસ્થાના સંચાલક શ્રી વેજાભાઇ ચાડેરા તથા ગોવિંદભાઈ ચોચા અને અન્ય સેવા રથીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થા ના સંસ્થાપક શ્રી ડોક્ટર વેજાભાઇ ચાડેરા એ આભાર વ્યક્ત કર્યો હતો.

વસીમખાન બેલીમ ..માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here