માથાસુર ગામ પાસે અજાણ્યા વાહન ની ટકકરે મોટરસાયકલ ચાલક નું મોત

0
9

ઇડર..

પોલીસ ફરિયાદ ને આધારે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામના શંકરભાઈ વિરચંદભાઇ પટેલ તા. ૩૧-૧-૨૨ ના રોજ તેમની બજાજ પ્લેટીના મોટરસાયકલ નં GJ 09 DB 8199 ની લઇને પોતાના ઘરેથી નીકળી વડાલી જઇ રહ્યા હતા. દરમ્યાન ઇડર થી માથાસુર ગામ તરફ જતા હાઇવે રોડ ઉપર એક મસ્જીદ નજીક રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે શંકરભાઈ પટેલની મોટરસાયકલ ને ટક્કર મારતા શંકરભાઈ ના શરીરે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી માણસો ભેગા થઇ ૧૦૮ ને જાણ કરી શંકરભાઈ ને ઇડરની એક ખાનગી હોસ્પિટલ મા સારવાર માટે લઇ ગયેલ પરંતુ શંકરભાઈ ને શરીરે વધુ ગંભીર ઇજાઓ ને લઇ હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે લઇ ગયેલ જ્યા સારવાર દરમ્યાન શંકરભાઈ પટેલનુ મરણ થતા આ અકસ્માત થયા અંગેની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશને રવિકુમાર કનૈયાલાલ પટેલે નોંધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ વાય.એન.પટેલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.
ઇડર
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here