માં અંબા ની ભાદરવી પૂનમ સુખ સપન્ન રીતે પુર્ણ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચઢાવવામાં આવી

0
5

માં અંબા એટલે વિશ્વ ની આરાધ્યા દેવી, માતાનુ ગોલ્ડન ટેમ્પલ અંબાજી ખાતે વિરાજમાન છે ત્યારે ચોક્કસ પણે કહી શકાય છે કે આ સ્થળે ભક્તો માતાજી ના આશીર્વાદ લેવા વર્ષ દરમીયાન આવતા હોય છે અને દર્શન કરીને માં અંબા ને સાક્ષાત સ્વરૂપે મળ્યાં હોય તેવો અનુભવ ભક્તો ને થાય છે. શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભાદરવી પૂનમ સુખ સપન્ન રીતે પુર્ણ થતા અંબાજી મંદિર ના શક્તિ દ્વાર થી વહીવટદાર સાહેબ ની આગેવાની મા ધજા ગબ્બર પગપાળા ચાલતા નીકળ્યા હતા અને ગબ્બર ટોચ ખાતે ધજા ચઢાવવામાં આવશે.


આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના તમામ કર્મચારીઓ અધિકારીઓ આજે સવારે 9 વાગે શક્તિ દ્વાર થી હાથમાં ધજા લઈને માં અંબા ના ગુણગાન કરીને ગબ્બર તરફ પગપાળા નીકળ્યા હતા અને ગબ્બર તળેટી પહોંચ્યા બાદ ગબ્બર ચાલતા ઉપર જઈને ભાદરવી પૂનમ સુખ સંપૂર્ણ રીતે પૂર્ણ થતાં ચાલતા ઉપર જઈને માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવશે.

અંબાજી મંદિરે બહારના ભક્તો ધજા ચઢાવે છે જયારે મંદિર ટ્રસ્ટ ના અધિકારી, કર્મચારી ચાલતા ગબ્બર જઈને આજે ધજા ચઢાવી માં અંબાનો આભાર માનશે

અહેવાલ તસ્વીર.. કિશન શર્મા.. અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here