માંડવી મંદિર ની અનોખી સેવા..મૃતક જીવાત્માના કલ્યાણ અર્થે નિત્ય શાંતિ પાઠ..

0
36
માંડવી તા. ૧ , સમગ્ર વિશ્વ ને કોરોના એ ભરડા મા લીધેલ છે ત્યારે અનેક લોકોએ પોતાના સ્વજનો ને ગુમાવ્યા છે એ લોકો નું દુઃખ વેઠવું કે બાકી રહેલ કુટુંબીજનો ને કોરોના થી કેમ રક્ષણ આપવું તે અસમંજસ મા મૃત્યુ પામેલ જીવાત્માને ને કેમ મોક્ષ ના દ્વાર સુધી શાંતિ મળે તે માટે ધાર્મિક શાસ્ત્રોચાર સાથે કચ્છ દેશ માં આવેલ માંડવી સ્વામિનારાયણ મંદિરે છેલ્લા ૨ મહિના થી દરરોજ સાંજે ઓન લાઈન લાઈવ પ્રસારણ ના માધ્યમ થી મૃતકો ના ફોટોગ્રાફ અને તેમની સંપૂર્ણ વિગત સાથે લાઈવ સ્ક્રીન કથા તેમજ ધૂન સાથે
નિષ્કુણાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી અંતર્ગત નીલકંઠ ચરિત્ર શાંતિપાઠ ની કથા કરવામા આવે છે
વિશેષ મા માંડવી મંદિર ના મહંત સ્વામી દેવપ્રકાશદાસજી એ જણાવ્યું હતું કે આ કપરા કાળમાં મૃતકો ની આત્માને કેમ શાંતિ મળે તેવા
વિચારવિમર્શ સાથે , સંપ્રદાય ના મહંત સ્વામિ
શ્રી. ધર્મનદંનદાસજી , કોઠારી પાર્ષદ જાદવજી ભગત , ઉપમહંત શ્રી ભગવતજીવનદાસજી , સ.દ સંતો માં સ્વામી શ્રી પ્રેમપ્રકાસદાસજી , શ્રી.પ્રભુચરણદાસજી , શ્રી જ્ઞાન પ્રકાશદાસજી , શ્રી ધર્મચરણ દાસજી, શ્રી દેવજીવનદાસજી , શ્રી.પ્રભુસ્વરૂપદાસજી, કોઠારી સ્વામી શ્રી.હરીપ્રસાદદાસજી આદી સંતોએ આશીર્વાદ સાથે આ શાંતિપાઠ નું આયોજન શરૂ કરવામાં આવેલ છે.
દેશ વિદેશ મા વસ્તા અનેક લોકો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવેલ છે તેવા લોકો દરરોજ પોતાના સ્વજનોના ફોટોગ્રાફસ મોકલી આ શાંતિપાઠ ના આયોજન નો લાભ લઈ રહયા છે. દર પાંચ દિવસે આ કથા મૃતકો ની
આત્મા ને શાંતિ અર્થે સમર્પિત કરવામાં આવે છે
શાંતિપાઠ કથા નું રસપાન શાસ્ત્રી સ્વામી
કૃષ્ણજીવનદાસજી , સ્વામીશ્રી હરિપ્રસાદદાસજી ,
સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી ,
સ્વામી આનંદવલ્લભદાસજી , સ્વામી મુરલીમનોહરદાસજી , આદી સંતો કરવી રહયા છે. આ કથાને સંગીત ના સુરો થી સજ્જ કરી રહ્યા છે.. સમગ્ર દેશ અને વિદેશમાં લાઈવ પ્રસારણ ભુજ મંદિર ની યુ – ટ્યુબ ચેનલ , પવિત્રતા અને માતૃછાયા પર પ્રસારીત કરવામાં આવી રહયું છે , જીવંત પ્રસારણ ની વ્યવસ્થા સ્વામી શ્રી ઘનશ્યામકેશવદાસજી , સ્વામી નૌતપ્રકાશદાસજી તથા સંચાલન આનંદ વલ્લભ સ્વામી સંભાળી રહયા છે.. આ દરમ્યાન સતત એક મહિના થી દરરોજ ભગવાન શ્રી. ઘનશ્યામ મહારાજ ને ફુલ ના વાગા ની સેવા નારાણપર ઉપલાવાસ ની બધા જ સા.યો. બહેનો તરફથી કરવામાં રહી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here