Home BG News માંગરોળ મા દલિત વિસ્તાર મા AIMIM ની ગ્રુપ મીટીંગ યોજાઈ જેમા અનેક...

માંગરોળ મા દલિત વિસ્તાર મા AIMIM ની ગ્રુપ મીટીંગ યોજાઈ જેમા અનેક લોકોએ આપ્યો જાહેર ટેકો.

0

જૂનાગઢ


દલિત સમાજના અનેક ભાઈઓ અને બહેનોએ પણ પાર્ટીમા જોડાઈ ને AIMIM ના ખેસ ધારણ કર્યા.
જય મીમ…જય ભીમ અને સંવિધાન જિંદાબાદ તથા કોમી એકતા ના નારા ગુંજી ઉઠ્યા.

તારીખ 3.11.21 ના રોજ માંગરોળ ખાતે વોર્ડ નંબર નવ મા AIMIM પાર્ટી દ્વારા એક ગ્રુપ મીટીંગ નુ આયોજન કરવા મા આવેલ જેમા દલિત વિસ્તારના અનેક ભાઈઓ તથા બહેનો અને યુવાનોએ હાજરી આપી અને AIMIM પાર્ટીના ખેસ ધારણ કરી પાર્ટીનુ કામ કરવા જાહેરાત કરી હતી આ ઉપરાંત આ મીટીંગ મા દલિત સમાજ ના આગેવાનો અને અલગ અલગ સંગઠનો ધરાવતા યુવાનોએ પણ હાજરી આપી હતી. દરેક વકતાઓએ બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણને બચાવવા અને અનુસરવા તેમજ કોમી એકતા કાયમ રાખી દરેક સમાજને ન્યાય અપાવવા અપાવવા તેમજ પાર્ટીમા જોડાવા હાકલ કરી હતી તેમજ નગર પાલિકાથી તાલુકા પંચાયત થી લઈ વિધાન સભા અને સંસદ સભા સુધીની આવનારી દરેક ચૂંટણીઓ AIMIM પાર્ટી લડશે તેવી જાહેરાત કરવામા આવી હતી. આ મીટીંગમા મુસ્લિમ દલિત એકતાનો પણ સંકલ્પ કરવામા આવ્યો હતો અને માંગરોળ થી શરુ કરી આખા ગુજરાત મા આ એકતા ઉભી કરવા દલિત મુસ્લિમ આગેવાનોએ ફાઉડેશન તૈયાર કરવા હાકલ કરી હતી.
ચૂંટણીઓ નો માહોલ ના હોવા છતાં આ મીટીંગ મા આશરે 300 થી વધારે લોકો એકઠા થતાં અને AIMIM ને મજબુત કરવાનો સંકલ્પ કરતાં સ્થાનિક ભાજપ કોંગ્રેસ ની ચિંતા વધી ગઈ હતી. મીટીંગ દરમ્યાન જય ભીમ અને જય મીમ તથા કોમી એકતા જિંદાબાદ ના નારા ગૂંજયા હતા. જુનાગઢ જિલ્લા મા AIMIM પાર્ટીએ પોતાનો વ્યાપ વધાર્યો છે અને આવતા દિવસોમા પાર્ટી વધુ મજબુત થાશે તેવું જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે એક અખબારી યાદીમા જણાવેલ હતું

અલ્પેશ કગરાણા
જૂનાગઢ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version