માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત ફોર્મ ભરવા માટેનો કેમ્પ યોજાયો, દિવ્યાંગ (વિકલાંગો) ને લગતી વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી..

0
6

માંગરોળના ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો ને લગતી વિવિધ યોજનાઓ ની માહિતી માટે કેમ્પ યોજાયો હતો જેમાં માંગરોળ માળીયા, માધવપુર સહિતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના 140 થી વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. તેમજ તમામના ચા નાસ્તાની વ્યવસ્થા એકતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.આ કેમ્પમાં દિવ્યાંગ લોકોને ધંધારોજગાર માટેની 20 હજાર ની કીટ માટેના ફોર્મ મફતમાં ભરી આપવામાં આવ્યા હતા.આ સિવાય શબ્બીરભાઈ અમરેલીયા દ્વારા બસ ના રેલવેના પાસ, દિવ્યાંગ સર્ટી, પેન્શન વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.આ કેમ્પની મુલાકાત પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા, હારુન જેઠવા, ફારૂક ચૂડલી, દાઉદ કાદુ મો.હાસીમ, અફઝલભાઈ મેમણ, મો ફારૂક ખાદિમ એ લીધી હતી.આ કેમ્પમાં એકતા ફાઉન્ડેશન ના યુવાનો હા અયુબ બાંગરા, હા મુસાભાઈ ખાદિમ, મુફતી ઇરફાન ભાભા, કાસીબ શમા, યાસીન રમદાણ, રિઝવાન બોબડા,અબ્દુલ રજ્જાક બાંગરા, રિઝવાન બી, ફેઝાન ખલીફા, શોએબ જેઠવા, આમિર ગરીબા, નદીમ ઠેબાર, ઉમેર ખાસદાર, હુઝેફા પડાયા, અયુબ મોભી, ઈંદ્રિસ પઠાણ, જુનેદ પઠાણ, શબ્બીર શમા, અફઝલ બાદર, અયુબ ઝાલા, ઈકબાલભાઈ ઉદીયા, હારુનભાઈ અમરેલીયા, ફેઝાન પઠાણ, સલીમ ભટટુ, ઇસ્માઇલ ભેદા, ઝુબેર મથ્થા, ઇરફાન મથ્થા, ફુઝેલ ખાદીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

.વસીમખાન બેલીમ માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here