મહેસાણા નગરપાલિકાઓ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો

0
2

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.30 ઓગસ્ટ,2023 સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મહેસાણા નગરપાલિકા સહિત જિલ્લાની તમામ નગરપાલિકાઓ ખાતે પ્રમુખ સમેત નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન,વીરોને વંદન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે દરકે સ્થળે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લાની પાલિકાઓમાં યોજાયેલ કાર્યક્રમમાં પદાધિકારીઓ,અધિકારીઓ, નગરજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી, હાથમાં માટી લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ પ્રસંગે તિરંગો ફરકાવી દેશભક્તિના અવસરની ઉજવણી કરી હતી.

મહેસાણા પાલિકા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે, “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ એ આપણા સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર માટેના તેમના બલિદાનને યાદ કરવાનો અવસર છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીરોને યોગ્ય સન્માન આપવાનું કાર્ય કર્યુ તે દેશ માટે ગૌરવ સમાન છે

રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલાએ આઝાદી સમયે જે વીરોએ પોતાના લહુનું સિંચન કરીને આપણને આઝાદી અપાવી છે તેવા સ્વાતંત્ર્ય વીરો તેમજ હાલ દેશની રક્ષા કરતા વિવિધ પાંખના વીર જવાનોને યાદ કરવા અને તેમનું સન્માન કરવાના એક ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની શરૂઆત કરી છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here