મહેસાણા તાલુકાના લાઘણજ પોલીસે એક્ટિવા લઈને ચોરીનો કેબલ વેચવા આવેલ એક ઈસમ દબોચી લીધો

0
13

મહેસાણા તાલુકાના કેટલાક ગામોમાં થોડા દિવસ અગાઉ પાણીના બોરો પર લાગેલા તાંબાના વાયર ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં કેબલ ચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ લાઘણજ પોલીસે આરોપીને ઝડપવા કમર કસી હતી. જોકે એક ઈસમ એક્ટિવા પર કેબલ વેચવા ફરતો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી આધારે કેબલ ચોરી કરનાર મંડાલી ગામના ઠાકોર મેહુલને દબોચી લીધો હતો.
તસ્કર એક્ટિવા પર કેબલ વેચવા ફરતો
લાઘણજ પોલીસ મથકના આ.પો.કો રણજીત સિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ પોતાની એક્ટિવા પર તાંબાના કેબલ વાયરનો ભંગાર વેચવા ફરી રહ્યો છે. તેમજ તે જોરણગ આખજ ગામ તરફના રસ્તે જતો હોવાની જાણ પોલીસને થઈ હતી. સમગ્ર મામલે પોલીસની ટિમ આંબલીયાસણ જોરણગ ગામ તરફ રોડ પર ગઈ હતી. જ્યાં આરોપી એક્ટિવા સાથે રોડ પર ઉભો હતો જેને પોલીસે ઝડપી લીધો હતો.

થોડા દિવસ પહેલા કેબલ ચોરી કર્યાની તસ્કરે કરી કબુલાત
સમગ્ર મામલે તપાસ દરમિયાન પોલીસે મંડાલી ગામના ઠાકોર મેહુલને ઝડપી લીધો હતો. જે આરોપીએ 2થી 3 જુલાઈ દરમિયાન હરસુડલ ગ્રામપંચાયતના બોર તેમજ ત્યાં નજીકમાં આવેલા ખેતરમાં બોર પરથી રાત્રિ દરમિયાન કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ એક્ટિવાની તપાસ કરતા ડેકીમાંથી વાયર કાપવાનું કટર મળી આવ્યું હતું. પોલીસે એક્ટિવા અને કેબલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here