Home BG News મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરો પોલીસને વચ્ચે ચેલેન્જ આપતાં...

મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરો પોલીસને વચ્ચે ચેલેન્જ આપતાં હોય તેમ ચોરી કરી રહ્યા તસ્કરોને પણ જાણે ખુલ્લો દોર મળ્યો હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે

0

મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામે બંધ મકાનના તાળા તોડી તિજોરીમાં મુકેલા સોના ના દાગીના,રોડકા રૂપીયા તેમજ ગેસનો બાટલો અને સગડી સહિત સમાન તસ્કરો ચોરી જવાની ઘટના સામે આવી,ઘટના પગલે અમદાવાદ રહેતા મકાન માલિકને જાણ કરતા તેઓ પોતાના ગામ દોડી આવ્યા હતા.સમગ્ર કેસમાં લાઘણજ પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાઇ છે.

આંબલીયાસણ ગામે ગોગા મહારાજ મંદિર પાસે આવેલા મકાનમાં બંધ મકાનમાં તસ્કરો એ તાળા તોડી ચોરીને અંજામ આપ્યાની ઘટના સામે આવી.જોકે મકાન માલિક છેલ્લા સાત વર્ષથી પોતાન પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતા હતા.જેથી ગામડે આવેલ મકાન બંધ રાખવામાં આવતું.જોકે કાલે અજાણ્યા કોઈ ઈસમોએ મકાનના તાળા તોડી ઘરમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો હતો.

ચોરી થયાની જાણ અમદાવાદ રહેતા પરિવાર ને થતા મકાન માલિક ચીરાગ ભાઈ પટેલ પોતાના ગામ દોડી આવ્યા હતા.જ્યાં મકાનમાં તપાસ કરતા તિજોરીના દરવાજા ખુલા જોવા મળ્યા હતા.તપાસ કરતા તેમાં મુકેલા દાગીના અને 6 હજાર રોકડા ચોરી થયા હતા.જોકે તસ્કરો મકાનમાં મુકેલ ગેસ સિલિન્ડર અને સગડી પણ ચોરી ગયા હતા.સમગ્ર કેસમાં લાઘણજ પોલીસમાં કુલ 60,000 મત્તાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.

મનોજ યોગી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version