મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતાં ડેપો અને અંડર પાસ તેમજ નીચાણવાળા વિસ્તાર સ્વીમીંગ પુલમાં ફેરવાયા

0
4

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે જિલ્લાના ઊંઝા,ખેરાલુ,મહેસાણા,વડનગર,વિજાપુર,વિસનગર અને સતલાસણામાં વરસાદ પડ્યો હતો.જ્યાં સૌથી વધુ વરસાદ ઊંઝા તાલુકામાં નોંધાયો હતો.

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આજે વિજાપુરમાં વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.જ્યારે વહેલી સવારે નોકરી ધંધા અર્થે જતા લોકોને પાણી માંથી પોતાના વાહનો હંકારી કામ અર્થે જવું પડ્યું હતું.જોકે સવારે 6 થી 10 વાગ્યામાં કુલ 42 mm વરસાદમાં ઊંઝા શહેરમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે વિજાપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે ત્યાં પણ પાણી ભરવાની સમસ્યા સર્જાય હતી.

સવારે 6 થી 10માં કુલ 159 mm વરસાદ નોંધાયો

ઊંઝામાં 42 mm
મહેસાણામાં 10mm
​​​​​​​વડનગરમાં 2 mm
​​​​​​​વિજાપુરમાં 43 mm
​​​​​​​વિસનગરમાં 37 mm
સતલાસણામાં 18 mm

ઊંઝાનું ડેપો પાણીમાં ફેરવાયું, અંડરપાસમાં પાણી ભરાતા રોડ બંધ
​​​​​​​મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝામાં સવાર થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે ઊંઝામાં આવેલ બસ સ્ટોપમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતા બસમાં બેસવા જતા મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ઊંઝા શહેરમાં આવવા જવા માટે બનાવેલા અંડરપાસ માં પણ પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.તેમજ હાઇવે પર આવેલ નાસ્તા ની દુકાનોમાં પાણી ઘુસી જતા વ્યાપારીઓ ને પણ નુકશાન વેઠવું પડ્યું હતું.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here