મહેસાણાનાં ડોલરિયા ગામડાંઓનું અમેરિકામાં ચાલતું મંડળ USમાં જનારાને 1000 ડોલરની વ્યાજ વગર લોન આપે છે

0
13

ભારે જોખમ છતાં મહેસાણાવાસીઓનો અમેરિકાનો મોહ

જાન્યુઆરીમાં અમેરિકા જવા નીકળેલા મહેસાણા જિલ્લાના વધુ ચાર જણ છેલ્લા છ મહિનાથી ગુમ થઈ ગયા છે. ત્યારે એક વર્ષના આંકડાની વાત કરીએ તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે જતા મોતને ભેટેલા કે પછી ગુમ થનારા 90% લોકો મહેસાણા જિલ્લાના છે. 50 લાખથી માંડીને 1.25 કરોડ રૂપિયા સુધી ચૂકવ્યા બાદ અને આવી ઘટનાઓ બન્યા પછી પણ અઢળક રૂપિયા કમાવવા માટે ગેરકાયદે અમેરિકા જવાનો મહેસાણા વાસીઓનો મોહ ઘટ્યો નથી.

સામાજિક મંડળ 1000 ડોલર સુધીની વ્યાજ વિનાની લોન
મહેસાણાાના આખજ, જોરણંગ, મોખાસણ, માકણજ, ધોળાસણ સહિતના ડોલરીયા ગામડાઓ દ્વારા અમેરિકામાં ચલાવાતું મંડળ એક કરોડ સુધી પાટીદાર યુવક કે યુવતીને અમેરિકા ઉતરતાં જ ચૂકવતા હોય છે. તે રકમ પણ સમાજ દ્વારા અમેરિકામાં ઊભું કરાયેલ સામાજિક મંડળ 1000 ડોલર સુધીની વ્યાજ વિનાની લોન આપે છે. અને તે રકમ પણ તેને નજીવા હપ્તેથી ચૂકવવાની સવલત આપવામાં આવે છે.

રૂપિયા કમાવાનો મોહ આજની પેઢીને છૂટતો નથી
અધૂરામાં પૂરું આ જ મંડળ જે તે વ્યક્તિને ત્યાં મોટે ભાગે નોકરીની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે અને તે હપ્તો સીધો જ કંપની કે સ્ટોર પાસેથી
મંડળ ને ચૂકવાતો હોય છે. બીજી તરફ માત્ર ચાર કે પાંચ મહિનામાં જ પોતે લીધેલી લોનની રકમ ભરપાઈ થતાં છઠ્ઠા મહિનેથી યુવક કે યુવતી મહેસાણા જિલ્લામાં રહેતા પોતાના માતા કે પિતાને 500 ડોલર એટલે કે 7 થી 8 લાખ રૂપિયાની રકમ મોકલતો શરૂ થઈ જાય છે. આમ રૂપિયા કમાવાનો મોહ આજની યુવાન પેઢીને તો ઠીક પરંતુ 40 કે 50ની વયના લોકોને પણ છૂટતો નથી.

3 મહિનામાં 200 લોકો US ગયા
​​​​​​​​​​​​​​મહેસાણા જિલ્લા માં ડોલરીયા પ્રદેશ તરીકે ઓળખાતા આખજ, લાંઘણજ, જોરણંગ, ધોળાસણ સહિતના ગામડાઓમાંથી 2022ના આખા વર્ષમાં 297 લોકો વિદેશ ગયા હતા. તેની તુલનામાં 2023ના માત્ર ત્રણ મહિનામાં જ 203 લોકો વિદેશ જતા રહ્યા છે. આ ગામડાંઓમાં જઈને તપાસ કરતા મોટાભાગના લોકો વિદેશ જતા રહ્યા છે અથવા તો જઈ રહ્યા છે. એકમાત્ર આખજ ગામમાં જ 11,000 પાટીદારોની સામે 3,000 થી 3,500 અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યા છે.

અમેરિકા જવાની હાલ ત્રણ લાઈનો

  1. કેનેડા-અમેરિકાની બોર્ડર પર આવેલી 70મી ઊંડી અને 150 મી. પહોળી નદી થકી ઘૂસણખોરી કરે છે.
  2. મેક્સિકો બોર્ડરની સુરંગોથી અમેરિકા પહોંચે છે. પરંતુ હાલ અહીં મોટા ભાગની સુરંગો બંધ.
  3. દુબઈ રોકાઇ ગોટેમાલા બોર્ડરથી ટાપુઓ ઉપર સ્ટેન્ડ કરી અમેરિકામાં ઘૂસાડાય છે

સ્ટોર કે મોલમાં નોકરીની વ્યવસ્થા
70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા અને કાયદેસરના વિઝા પર 11 વખત અમેરિકા જઈ આવેલા વડીલે નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે અમારા સમાજનું અમેરિકા ખાતે કામ કરતું મંડળ વગર વ્યાજની 1000 ડોલરની લોન અમેરિકા પહોંચતાં જ સમાજના વ્યક્તિને આપે છે સાથે અભ્યાસ, સ્થાયી થયેલા લોકોના સ્ટોર કે મોટેલ માં નોકરીની પણ વ્યવસ્થા કરી આપે છે અને વ્યક્તિના પગારમાંથી જ સીધો હપ્તો મોટેલ કે સ્ટોરના માલિક પાસેથી મેળવી લે છે. મોટાભાગના લોકો બે નંબરમાં જ અમેરિકા જાય છે. તેમણે ઉમેર્યુંહતુંકે મોટાભાગના લોકો બેનંબરમાંજ અમેરિકા જાય છે70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા અને કાયદેસરના વિઝા પર 11 વખત અમેરિકા જઈ આવેલા વડીલે નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે અમારા સમાજનું અમેરિકા ખાતે કામ કરતું મંડળ વગર વ્યાજની 1000 ડોલરની લોન અમેરિકા પહોંચતાં જ સમાજના વ્યક્તિને આપે છે સાથે અભ્યાસ, સ્થાયી થયેલા લોકોના સ્ટોર કે મોટેલ માં નોકરીની પણ વ્યવસ્થા કરી આપે છે અને વ્યક્તિના પગારમાંથી જ સીધો હપ્તો મોટેલ કે સ્ટોરના માલિક પાસેથી મેળવી લે છે. મોટાભાગના લોકો બે નંબરમાં જ અમેરિકા જાય છે. તેમણે ઉમેર્યુંહતુંકે મોટાભાગના લોકો બેનંબરમાંજ અમેરિકા જાય છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here