મહિસાગર નદી નો પુલ સુસજ્જ બનાવવા મલેકપુર વિસ્તાર ની પ્રજા જનો ની ઉગ્ર માંગ

0
22

મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ નજીક દોલતપુરા ગામ પાસે આવેલી મહિસાગર નદી નો પુલ સાવ બિસ્માર હાલતમાં જોવા મળે છે. પુલ ઉપર ના ભાગનો રસ્તો ખાડા ખૈયા થી ઉબડ ખાબડ ,બહાર નિકળેલા લોખંડ ના સળિયા સહિત વેર વિખેર થયેલ કોન્કરેટ,સિમેન્ટ થી છૂટ્ટો પડેલ રસ્તો મલેકપુર વિસ્તાર ની પ્રજા સહિત આટલવાડા,માલા મહુડી,તાતરોલી,ભાગલીયા,બોકન નાડા ,ખાતવા,કોલંબી,રહેમાન,આકલીયા,ખાનપુર,કારંટા,તલવાડા,વેલણવાડા,વાંટા,પઢારા,બુચાવાડા અમથાણી,રણકપુર,ઢીગલવાડા,જોગણ,ઘાસવાડા,કાકરી મહુડી,દેદાવાડા,ડિટવાસ,સહિત અન્ય ગામો ની પ્રજા ને,ભવિષ્યમાં અકસ્માતે,મોત ના ઘાટ ઉતારે તેવું જોવા મળે છે,મહીસાગર જિલ્લા ના લુણાવાડા, ખાનપુર ,કડાણા,સંતરામપુર,વિરપુર,બાલાસિનોર તાલુકાની પ્રજા ને પણ આ પુલ ઉપયોગી હોય,દૂર,દૂર થી,આવતાં જતાં વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી જોવા મળે છે. પુલ ઉપર ના બંને તરફ ના સળિયા પણ સાવ તૂટેલી હાલત માં જોવા મળે છે. વાહન ચાલતું હોય ત્યારે પુલ નો અવાજ આવતો જણાય છે,અને પુલ થરથરે છે,આ પુલ ક્યારે નીચે બેસી જાય તે નક્કી કહેવાય નહિ.તો લાગતા
વળગતા અધિકારીઓ,જિલ્લા વહીવટી તંત્ર જાગે,અને આ પુલ ની મરામત થી માંડી નવા પુલ નું નિર્માણ વહેલી તકે
શરુ કરવામાં આવે,તેવી બુલંદ લોક માંગ ઉઠવા પામી છે.
ઉપરાંત,મલેકપુર ખાતે સુપ્રસિદ્ધ સ્વયંભુ હનુમાનજી મંદિર આવેલું છે,તેથી જે,તે વિસ્તાર ની પ્રજા ;ભાવિક ભક્તો,સહિત નોકરીયાત વર્ગ ના કર્મચારી ઓ પણ પોતાની ફરજ નું પાલન કરવા પોતાની નોકરી ના સ્થળે આવન જાવન કરતા હોયછે,
ખાસ કરી ને શનિવાર ના રોજ તથા મંગળવાર ના રોજ ભક્તો નો ભારે ધસારો જોવા મળે છે
મલેકપુર વેપારી મથક હોવાથી ઘર વખરી નો સામાન પણ ખરીદવા અવાર નવાર આવતા જોવા મળે છે,ત્યારે તેમની સલામતિ માટે વહેલી તકે મહીસાગર નદી નો પુલ સુસજ્જ નવો બને તેવી કાગડોળે રાહ જોવાઇ રહી છે. પ્રજા ની આ માં.ગ પૂરી થશે કે કેમ તેવી ચર્ચા ઓ જોર શોર થી થતી જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here