ગાંધીનગર માં આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રી વનાથી શ્રીનિવાસન જી તથા મહિલા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી દીપ્તિ રાવત જીની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા મોરચાની પ્રદેશ કારોબારી યોજાઇ હતી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા જી, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી વિભાવરીબેન દવે, મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડ્યા તથા મહિલા મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા- મહાનગર મહિલા મોરચા પ્રમુખો અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ
8780015424