મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા પાલનપુરમાં ત્રી-દિવસીય એક્ઝિબિશન યોજાયું

0
3

અહેવાલ ગૌરવ પુરોહિત.

પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત ની મુહિમ ને વેગ મળે અને બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની પગભર થઈ સ્વમાનભેર જિંદગી જીવે શકે તેવા ઉમદા ઉદ્દેશ થી વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નવી પહેલ પાલનપુર ખાતે કરવામાં આવી મહિલાઓને પગભર કરવા સતત કાર્યરત વાસ્તલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતીબેન મહેતાની આગવી કોઠાસૂઝ અને માર્ગદર્શન હેઠળ પાલનપુર ખાતે ત્રણ દિવસીય એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

પાલનપુર ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ આયોજીત ત્રી-દિવસીય એક્ઝિબિશનની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ કૌશલ્યાબેન કુવરબા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ટોટલ 51 સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં મહિલાઓ દ્વારા ઘેર બેઠા બનાવતી ગૃહ વપરાશની ચીજ વસ્તુઓના પ્રદર્શન સાથે વેચાણ થઈ શકે એ દિશા માં એક નવું પ્લેટફોમ મળી રહે એ દિશા માં વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવા માં આવી મહિલાઓની ચીજવસ્તુઓને માર્કેટ મળી રહે અને તેઓ પગભર બને તેવો ઉદ્દેશ હોવાનું ટ્રસ્ટના પ્રમુખ જાગૃતીબેન મહેતાએ જણાવ્યું હતું

વાત્સલ્ય સેવા ટ્રસ્ટના અભિગમને બિરદાવ્યો પ્રદેશ ભાજપ અધ્યક્ષ કૈશલ્યાબા દ્વારા તમામ સ્ટોલની મુલાકાત થઇ મહિલાઓના કૌશલ્યને નિહાળીને તેઓને આત્મનિર્ભર બનાવી તેના થકી આત્મનિર્ભર ભારત ને વેગ આપવા બદલ વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતીબેન મહેતા તેમજ તેમની સમગ્ર ટીમને બિરદાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here